ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસબોર્ડ ઉત્તરાખંડ સરકારનું પોર્ટલ અને ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા પોર્ટલ અને ટોલ ફ્રી નંબર જાહેર કરવામાં આવ્યા છે. ઉત્તરાખંડ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યા છે એવા આ પોર્ટલ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ શકે છે. એપ્લિકેશન અને ટોલ ફ્રી નંબર આપવામાં આવ્યા છે. ચારધામ યાત્રાએ જતા શ્રદ્ધાળુઓને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવાની સલાહ આપવામાં આવી છે. યાત્રાળુઓને કોઈ અગવડ ન સર્જાય તે હેતુસર ઉત્તરાખંડ સરકાર દ્વારા રજિસ્ટ્રેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
ચારધામ યાત્રા પર જવા માંગતા હોય એવા લોકોએ https://registrationandtouristcare.uk.gov.in/ Tourist Care Uttarakhand (android/ios) મોબાઈલ એપ્લીકેશન પર રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. આ ઉપરાંત યાત્રાળુઓ ટોલ ફ્રી નં.૦૧૩૫૧૩૬૪ પર સંપર્ક પણ કરી શકશે. અમરેલી જિલ્લામાંથી ચારધામ યાત્રાએ જતા યાત્રાળુઓએ યાત્રા પર જતા પહેલા આ પોર્ટલ પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. યાત્રાળુઓને આ વિશે ટોલ ફ્રી નંબર પરથી આ બાબતે વધુ માહિતી મળી રહેશે.
Recent Comments