ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા નિમાયેલ પ્રભારી રઘુનાથ શર્માજીની શુભેચ્છા મુલાકાતે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે. રૈયાણી
પ્રભારીશ્રી રઘુનાથ શર્માજી, પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા, વિ.નેતાશ્રી પરેશભાઇ ધાનાણી તથા કા.પ્રમુખશ્રી હાર્દિકભાઇ પટેલ સાથે અમરેલી જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ અમરેલી જિલ્લા કોંગ્રેસના સંગઠનની વિસ્તૃત ચર્ચા વિચારણા કરાઇ
આજરોજ અમદાવાદ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા નિમાયેલ પ્રભારીશ્રી રઘુનાથ શર્માજી અને ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી અમિતભાઇ ચાવડા અને ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશભાઈ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખશ્રી હાર્દિકભાઇ પટેલ સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નવા નિમાયેલ પ્રભારીશ્રી રઘુનાથ શર્માજીને શુભેચ્છા પાઠવી હતી. આ શુભેચ્છા મુલાકાતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખશ્રી ડી.કે. રૈયાણીએ અમરેલી જિલ્લા કોંગ્રેસના સંગઠનને વિસ્તૃત કરવા બાબતની ચર્ચાઓ વિચારણાઓ કરી અને આગામી ર૦રર ની ચુંટણીમાં અમરેલીમાં ભાજપને જાકારો આપવા અને જનતાને ભાજપની અણઘડ નિતીનો અરીસો દેખાડવા સંપૂર્ણ તૈયારી સાથે નવા સંગઠનની વિસ્તૃત માહિતી આપેલ હતી.
Recent Comments