ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ ખાતે જિલ્લાઓમાં નવનિયુકત ડેલિગેટસની મીટીંગ યોજાઈ
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી ના પ્રમુખપદ ના ઉમેદવાર અને રાજ્યસભા ના સાંસદ મલ્લિકાર્જુન ખડગે અને કોંગ્રેસ પ્રવકતા ગૌરવ વલ્લભ પંત ની વિશેજ્ઞ્ય ઉપસ્થિતિ માં આજરોજ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અમદાવાદ ખાતે ગુજરાત ના તમામ જિલ્લાઓ માં થી નિયુક્ત થયેલ ડેલિગેટસ ની મિટિંગ નું આયોજન કરવામાં આવેલ હતું. આ મિટિંગ માં ગૌરવ વલ્લભ દ્વારામલ્લિકાર્જુન ખડગે ની છેલ્લા પ દશકાથી કોંગ્રેસ પક્ષની સેવા ની વિસ્તૃત વિગતો ઉપસ્થિત ગુજરાત કોંગ્રેસ ના ડેલીગેટસ ને આપવા માં આવેલ હતી.
રાજ્યસભા ના સાંસદ અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના પ્રમુખપદ ના ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગે દ્વારા કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકે તેમને ચૂંટવા માં આવશે તો ‘મે નહી પણ હમ’ સૂત્ર ને સાર્થક કરી કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાઓ સહિત નાનામાં નાના કાર્યકર સાથે મળી કોંગ્રેસ પક્ષને વધુ સક્કમ બનાવવા નિષ્ઠા અને ખંત પૂર્વક પ્રમુખ તરીકે ની જવાબદારી નિભાવવા ખાત્રી આપી હતી. ઉપરોક્ત મિટિંગ માં અમરેલી જિલ્લા ના તમામ ડેલિગેટસ સહિત અમરેલી જિલ્લા
કોંગ્રેસ પ્રમુખ શ્રી ડી.કે. રૈયાણી ઉપસ્થિત રહી મલ્લિકાર્જુન ખડગે સાથે વિશેજ્ઞ્ય મુલાકાત કરી હતી. તેમ જિલ્લા કોંગ્રેસ મહા મંત્રી શ્રી જનકભાઈ પંડ્યા ની યાદી જણાવેલ છે
Recent Comments