રાષ્ટ્રીય

ગુજરાત ફ્લોરોકેમિકલ્સની GFCL EV ઈફ પ્રોડક્ટ્‌સે જાહેરાત કરી, ૫ વર્ષમાં રૂ.૬૦૦૦ કરોડનું રોકાણ કરશે

ગુજરાત ફ્લોરોકેમિકલ્સની સબસિડરી જીએફસીએલ ઈવી પ્રોડક્ટ્‌સે બુધવારે જાહેરાત કરી હતી કે તે ઈલેક્ટ્રિક વ્હીકલ બેટરી મટીરિયલ્સની ઉત્પાદન ક્ષમતા વધારવા માટે આગામી ૪-૫ વર્ષમાં શ્૬૦૦૦ કરોડનું રોકાણ કરશે. કંપની આ પ્રોડક્ટ્‌સની જ્યાં વધુ માંગ છે તેવા અમેરિકા, યુરોપ અને સ્થાનિક બજારમાં આ પ્રોડક્ટસ મૂકવાની તૈયારી કરી રહી છે. ય્હ્લઝ્રન્ ઈફએ કેટલાક જાણીતા વૈશ્વિક કસ્ટમર્સ સાથે લાંબા ગાળાનું જાેડાણ શરૂ કરી દીધું છે

જેને કારણે ઉત્પાદન ક્ષમતા વધારવા માટેનો વિશ્વાસ વધ્યો છે તેમ તેણે કહ્યું હતું. કંપની આગામી ૪-૫ વર્ષમાં શ્૬૦૦૦ કરોડનું રોકાણ કરશે જે પૈકી ડિસેમ્બર ૨૦૨૩ સુધીમાં શ્૬૫૦ કરોડનું રોકાણ તેણે કરી પણ દીધું છે. લિસ્ટેડ કંપની ગુજરાત ફ્લોરોકેમિકલ્સની ૧૦૦ ટકા સબસિડરી આ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં ઈલેક્ટ્રોલાઈટ સોલ્ટ્‌સ ન્ૈઁહ્લ૬, એડિટિવ્ઝ, ઈલેક્ટ્રોલાઈટ ફોર્મ્યૂલેશન્સ, કેથોડ એક્ટિવ મટીરિયલ્સ જેમ કે એલએફપી અને કેથોડ બાઈન્ડર્સ જેમ કે પીવીડીએફ અને પીટીએફઈ તથા સોડિયમ આયન બેટરી માટે દ્ગટ્ઠઁહ્લ૬ની સ્પેશ્યલાઈઝ્‌ડ ઓફરિંગ્સનો પણ સમાવેશ છે.

ન્ૈઁહ્લ૬ પ્રોજેક્ટ માટે પ્લાન્ટ ખાતે વ્યાવસાયિક ઉત્પાદન શરૂ થઈ ગયું છે તેમ કંપનીએ કહ્યું હતું. ઈવી બેટરી ચેઈન માટે વૈશ્વિક તક ૨૦૩૦ સુધીમાં ૩૦૦ અબજ ડોલરની થશે તેવો અંદાજ છે. સ્થાનિક બજારમાં જીએફએલે ઈવી સેગમેન્ટમાં પ્રવેશ કર્યો છે અને અહીં ઈવી માર્કેટ ૨૦૩૦ સુધી ૩૦ ટકાના વાર્ષિક દરે વધતું રહેશે તેવો અંદાજ છે. કંપનીને કન્સેશનલ ઈન્કમ ટેક્સ રેટ રેજિમનો લાભ મળવાપાત્ર છે.

Follow Me:

Related Posts