શાળાનું નામ નેશનલ લેવલે પણ ગુંજતું કર્યું.૩૬મી સિનિયર નેશનલ બેઝબોલ રમતમાં ભાઈઓ અને બહેનોની ટુર્નામેન્ટ પંજાબના (સંગરૂર) ખાતે યોજાયેલ છે તેમાં ભારતના ૨૨ રાજ્યોની ટીમે ભાગ લીધેલ છે તેમાં ગુજરાતની ટીમ માનનીય ધારાસભ્ય શ્રી મહેશભાઈ કસવાલા સાવરકુંડલા- લીલીયા વિધાનસભા (ગુજરાત બેઝબોલ એસોસીએશનના પ્રમુખ) નાં માર્ગદર્શન હેઠળ અને અનિકેતભાઈ અને હર્ષાંગભાઈ ખોડાધરા (સેક્રેટરી ) અને વાઈસ સેક્રેટરી યોગેશ મારુના માર્ગદર્શન અંતર્ગત સિનિયર નેશનલ બેઝબોલ રમત સ્પર્ધામાં ભાગ લીધેલ છે જેમાં ભાઈઓના કેપ્ટન તરીકે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલા શાળાનાં વ્યાયામ શિક્ષક શ્રી દીપક વાળા અને બહેનોમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાનાં ચોડવડીયા ખુશીઍ સેવાઓ આપેલ જેમાં ગુજરાતની ટીમ ભાઈઓ અને બહેનોમાં કુલ ૩૨ ખેલાડીઓએ ભાગ લીધેલ છે જેમાં શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ સાવરકુંડલાના ૧૦ ખેલાડીઓએ ગુજરાતની ટીમમાં સામેલ
હતા.ગુજરાતની બંને ટીમો દ્વારા ખૂબ જ પ્રભાવશાળી અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કરેલ છે તે બદલ પ્રમુખશ્રી, સેક્રેટરી, શ્રી વાઇસ સેક્રેટરીશ્રી,રવિભાઈ અને કેતનભાઇનો આભાર માનવામાં આવે છે . ગુજરાતની ટીમ ભવિષ્યમાં સારૂ પ્રદર્શન કરે એવી શુભેચ્છા સાથે ઉતરોતર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ સાવરકુંડલા લીલીયા વિધાનસભાના ધારાસભ્ય તથા ગુજરાત બેઝબોલ એસોસિએશન પ્રમુખ શ્રી મહેશભાઈ કસવાળાએ આપી હતી.
Recent Comments