ગુજરાત બોર્ડની પરીક્ષાનાં આગોતરા આયોજન અંગે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સ યોજાઇ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની વિડીઓ કોન્ફરન્સ શિક્ષણમંત્રીશ્રીની અધ્યક્ષતામાં તા.૦૩/૦૩/૨૦૨૩ને શુક્રવારે સવારે ૧૧-૦૦ કલાકે ધોરણ ૧૦ અને ધૌરણ ૧૨ સામન્ય પ્રવાહ તેમજ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા માર્ચ ૨૦૨૩ નાં આગોતરા આયોજન બાબતે પરીક્ષા સમિતિના અધ્યક્ષ તેમજ જિલ્લા કલેકટરશ્રી ડી.કે.પારેખ, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.રવિન્દ્ર પટેલ, આર.એ.સી.શ્રી બી.જે.પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી એસ.કે.વ્યાસ, શિક્ષણ નિરીક્ષકશ્રીઓ, મદદનીશ શિક્ષણ નિરીક્ષકશ્રીઓ, ઝોનલ અધિકારીશ્રીઓ, પી.જી.વી.સી એલ.નાં અધિકારીશ્રી તેમજ પરીક્ષા સમિતિના વિવિધ સંઘોના સભ્યોશ્રીની ઉપસ્થિતિમાં યોજાઇ હતી.
જેમાં પરીક્ષા સબંધિત પૂર્વ તૈયારીઓ જેવી કે પરીક્ષા કેન્દ્રો પર વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે એસ.ટી બસોના રૂટ યોગ્ય રીતે ચાલે અને જરૂરિયાતે એક્સ્ટ્રા બસની સુવિધા કરવી. પરીક્ષા દરમિયાન વીજ પુરવઠો જળવાય રહે તેવુ આયોજન કરવું. પરીક્ષા કેન્દ્રો, સ્ટ્રોંગરૂમ તેમજ પેપર રવાનગી માટે પુરતો પોલીસ બંદોબસ્તની ગોઠવણ કરવી. તમામ પરીક્ષા કેન્દ્રો પર પ્રાથમિક સુવિધાની ચકાસણી કરવી.
દરેક પરીક્ષા કેન્દ્રો પર આરોગ્ય સેવાઓ મળી રહે તેવુ આયોજન કરવું. સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ કેન્દ્રો પર વર્ગ-૧ અને વર્ગ-રના અધિકારીઓની નિમણુક કરવી. ૭. પરીક્ષા આપવા આવતી વિદ્યાર્થીનીઓની શિક્ષિકા બહેનો મારફત થનાર બાહ્ય તપાસ માટે યોગ્ય આડસ અથવા અલાયદા રૂમની વ્યવસ્થા કરવી વગેરે અગત્યના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી તેમ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની યાદીમાં જણાવેલ છે.
Recent Comments