fbpx
અમરેલી

ગુજરાત ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ના નવનિયુક્ત પ્રમુખ મંયકભાઇ નાયક અમરેલી મૂલાકાતે

ગુજરાત ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચા ના નવનિયુક્ત પ્રમુખ મંયકભાઇ નાયક પ્રથમ વાર તા.૪/૪/૨૦૨૩ ને મંગળવાર ના રોજ અમરેલીન પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ મહેતા ની પાવનધરા પર આગમન થઈ રહ્યુ છે ત્યારે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ રાજેશભાઈ કાબરીયા તેમજ જિલ્લા બીજેપી બક્ષીપંચ મોરચાના પ્રમુખ રાજુભાઈ ભુતયાંના માર્ગદર્શન નીચે કાર્યક્રમની જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના તમામ હોદ્દેદારો દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.

કાર્યક્રમના ભાગરૂપે સૌ પ્રથમ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સવારે 10.30 કલાકે ઉપસ્થિત પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા ના પત્રકારોને સંબોધન કરશે આઅવસરે અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે માન.પ્રદેશ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ શ્રી મયંકભાઈ નાયક નો ભવ્ય સન્માન અભિવાદન કાર્યક્રમ યોજાશે તેમજ અમરેલી જીલ્લાની બ્રૃહદ કારોબારી બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યુ છે,જેમા પ્રદેશ મહામંત્રી સનમભાઇ પટેલ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઇ કાબરીયા પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જે.કે.ચાવડા પ્રદેશ મંત્રીશ્રી મયુરભાઇ માંજરીયા અને દિલીપસિંહ બારડ સહીત અમરેલી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચો ના તમામ જવાબદાર કાર્યકર્તાઓ હોદ્દેદારો મોટી સંખ્યામાં હાજરી આપશે તેમજ જ્યારે પ્રદેશ અધ્યક્ષ *મયંકભાઇ નાયક* અમરેલીમાં પધારશે ત્યારે અમરેલી જેસિંગપરા ખાતેથી ભવ્ય બાઇક રેલી દ્વારા વેલ કમ કરવામાં આવશે.

ત્યારબાદ અમરેલી જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે બક્ષીપંચના વિવિધ સમાજના આગેવાનો દ્વારા ભવ્ય અભિવાદન સમારોહ સત્કાર સમારોહ બાદ જિલ્લાની બૃહદ કારોબારી બેઠક યોજાશે આ કારોબારી બેઠકમાં પ્રદેશ તેમજ જિલ્લાના હોદ્દેદારશ્રીઓ શહેર અને તાલુકાના તમામ હોદ્દેદારશ્રીઓ જિલ્લા શહેર તાલુકાના કારોબારી સદસ્યશ્રીઓ બક્ષીપંચ સમાજમાંથી ચૂંટાયેલા પદાધિકારીશ્રીઓ બક્ષીપંચ સમાજજ્ઞાતિના હોદ્દેદારશ્રીઓ હાજરી આપશે તેમ હરેશ બી ટાંક જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા મીડિયા ઇન્ચાર્જની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts