ગુજરાત મોતિયાના ઓપરેશનમાં દેશમાં પ્રથમ ક્રમે‘મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત’ ઝુંબેશ હેઠળ ગુજરાતે હાંસલ કરી સિદ્ધિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમની સંવેદનશીલ પહેલ ‘રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન અંતર્ગત’ વર્ષ ૨૦૨૨-૨૩ માટે મોતિયાના ઓપરેશન્સના ૧,૨૬,૩૦૦ના નિર્ધારિત લક્ષ્યાંકના ૫૦૪% એટલે કે ૬,૩૬,૪૨૮ મોતિયાના ઓપરેશન્સ કરીને દેશમાં પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે. એટલું જ નહીં, પરંતુ પ્રતિ ૧૦ લાખની વસ્તીએ ૧૦,૦૦૦થી વધુ મોતિયાના ઓપરેશન્સનો દર હાંસલ કરીને ગુજરાત આ શ્રેણીમાં પણ અગ્રણી રાજ્ય રહ્યું છે. વર્ષ ૨૦૨૩-૨૪ની વાત કરીએ તો, રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાન હેઠળ ગુજરાતમાં મોતિયાના ૧,૫૧,૭૦૦ ઓપરેશન્સનો લક્ષ્યાંક નિર્ધારિત કરવામાં આવ્યો છે, જેની સામે ગુજરાતે માત્ર ૮ મહિનાઓમાં જ ૮૧%થી વધુ ઓપરેશન્સ એટલે કે ૧,૨૩,૯૭૫ મોતિયાના ઓપરેશન્સ પૂર્ણ કરી લીધા છે. ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ૩ વર્ષના લક્ષ્યાંક સાથે મે ૨૦૨૫ સુધીમાં દેશમાં અંધત્વનો દર ૦.૨૫% સુધી ઓછો કરવા માટે કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૨માં રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાનની શરૂઆત કરી છે. કેન્દ્ર સરકારની આ પહેલ હેઠળ ૫૦ વર્ષથી વધુ વયના મોતિયાના કારણે અંધ અથવા તો ઘનિષ્ઠ દ્રષ્ટિખામી ધરાવતા વ્યક્તિઓના ઓપરેશન નિઃશુલ્ક કરવામાં આવે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારે વર્ષ ૨૦૨૨માં રાષ્ટ્રીય નેત્ર જ્યોતિ અભિયાનની શરૂઆત કરી ત્યારે તેમના આ વિચારને સાકાર સ્વરૂપ આપવામાં ગુજરાતનું યોગદાન સૌથી વધુ હોય તેવા ઉદ્દેશ્યથી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ વર્ષ ૨૦૨૨માં જ ‘મોતિયા અંધત્વ મુક્ત ગુજરાત’ ઝુંબેશની શરૂઆત કરી. ગુજરાત સરકારનું આ રાજ્ય સ્તરીય અભિયાન રાજ્યના ૫૦ વર્ષથી વધુ વયના એવા નાગરિકો જેમણે મોતિયાના કારણે પોતાની દ્રષ્ટિ ખોઈ દીધી છે અથવા તો જેઓ પોતાની દ્રષ્ટિ ખોઈ નાખવાના આરે હતા, તેમના માટે એક વરદાન સાબિત થયું છે. ગુજરાત સરકારના આરોગ્ય વિભાગે આ ઝુંબેશ હેઠળ એક ડેડિકેટેડ વેબસાઈટ ષ્ઠટ્ઠંટ્ઠટ્ઠિષ્ઠંહ્વઙ્મૈહઙ્ઘકિીી.ખ્તેદ્ઘટ્ઠટ્ઠિં.ર્ખ્તદૃ.ૈહ પણ શરૂ કરી છે. સરકારી હોસ્પિટલોમાં કામ કરતા આરોગ્યકર્મીઓ દ્વારા સંચાલિત આ વેબસાઇટમાં દર્દીઓનું પ્રાથમિક રજિસ્ટ્રેશન, રેફલર સેવા, ઓપરેશન સેવા અને ફોલોઅપ સેવા સંબંધિત સેવાઓની સંપૂર્ણ જાણકારી હોય છે.
આ અભિયાન હેઠળ રાજ્યના તમામ ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવ્યા છે અને નિર્ધારિત એક્શન પ્લાન મુજબ આ ઝુંબેશનું સંચાલન કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ઝુંબેશ હેઠળ અત્યારસુધીમાં રાજ્યમાં ૮ લાખથી વધુ સફળ ઓપરેશન્સ કરવામાં આવ્યા છે. ગુજરાતના આ મહત્વપૂર્ણ અભિયાનને રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ ચાર મુખ્ય તબક્કાઓમાં સંપાદિત કરે છે. તેમાં પહેલો તબક્કો છે ૩૦ વર્ષથી વધુ વયની વ્યક્તિઓની દ્રષ્ટિનું સર્વેક્ષણ, બીજાે તબક્કો, દ્રષ્ટિખામી ધરાવતા દર્દીઓની નોંધણી, ત્રીજું, દર્દીઓનું ઓપરેશન અને ચોથો અને છેલ્લો તબક્કો ફોલોઅપનો છે. ગુજરાતમાં ૩૦ વર્ષથી વધુ વયની વ્યક્તિઓની દ્રષ્ટિની તપાસ ફિલ્ડ સ્ટાફ મારફતે ‘ઇ-કાર્ડ’ દ્વારા કરવામાં આવે છે.
આ માટે રાજ્યની લગભગ ૫૦ હજાર છજીૐછ વર્કર બહેનોને પણ ટ્રેનિંગ આપવામાં આવી છે. ઓપરેશન પછી હાઇડ્રોફોબિક ઇન્ટ્રાઓક્યુલર લેન્સ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. મોતિયાની સર્જરીની જરૂરિયાતવાળા તમામ દર્દીઓને હાઇડ્રોફોબિક લેન્સ પણ નિઃશુલ્ક આપવામાં આવે છે. મોતિયા માટે હાઇડ્રોફોબિક લેન્સ સામાન્ય રીતે સૌથી સારો વિકલ્પ હોય છ. આ એક પ્રકારનો ઇન્ટ્રાઓક્યુલર લેન્સ છે જે પોસ્ટ ઓપરેટિવ જટિલતાઓના જાેખમ, જેમકે પોસ્ટ કેપ્સ્યૂલ ઓપસીફિકેશનને ઓછું કરવામાં મદદરૂપ થાય છે.
Recent Comments