યુથ કોંગ્રેસમાં વિખવાદ ના થાય તે માટે યુથ કોંગ્રેસના ઇલેકશનના પરિણામ અગાઉ જ યુથ કોંગ્રેસના ૨૦થી વધુ હોદેદારોને દિલ્લી ખાતે બોલાવવામાં આવ્યા છે. દિલ્લી પહોંચેલા હોદેદારો સાથે સિનિયર નેતા બેઠક કરશે. બેઠકમાં યુથ કોંગ્રેસના ઇલેકશનના પરિણામ અંગે ચર્ચા કરવામાં આવશે જે બાદ નવા સંગઠન વિષે પણ ચર્ચા કરવામાં આવર્શે પરિણામ અને નવા સંગઠન મામલે કોઈ વિખવાદ ના થાય તે માટે ચર્ચા કરવામાં આવશે અને કેટલાક હોદેદારો સાથે અલગથી પણ બેઠક કરવામાં આવશે.
યુથ કોંગ્રેસના હોદેદારો ગુજરાત પરત આવ્યા બાદ યુથ કોંગ્રેસના ઇલેકશનનું પરિણામ પણ જાહેર થશે. ગુજરાત યુથ કોંગ્રેસનું થોડા દિવસ અગાઉ જ ઇલેકશન યોજાયું હતું. જેનું પરિણામ હજુ બાકી છે ત્યારે પરિણામ અગાઉ જ યુથ કોંગ્રેસના પદાધિકારીઓને દિલ્લીથી તેડું આવ્યું છે. ૨૦થી વધુ હોદેદારો આજે દિલ્લીમાં હાજર છે જ્યારે ઇલેકશન,પરિણામ અને નવા સંગઠન અંગે ચર્ચા થશે.
Recent Comments