ગુજરાત યુનિવર્સિટીની સિન્ડિકેટની બેઠકમાં નવા વર્ષનું બજેટ નક્કી કરવામાં આવ્યું
ગુજરાત યુનિવર્સિટીની આજે સિન્ડિકેટની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્ય ગુજરાત યુનિવર્સિટીના વાર્ષિક અહેવાલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. ગત વર્ષના બજેટની ચર્ચા કરીને નવા વર્ષનું બજેટ નક્કી કરવામાં આવ્યું હતું. આ વર્ષે ૨૬૪ કરોડનું ગુજરાત યુનિવર્સિટીનું બજેટ સર્વાનુમતે નક્કી કરવામાં આવ્યું હતું. બજેટમાં સામાન્ય ખર્ચ સિવાય અન્ય નવા ખર્ચ માટે પ્રોવિઝન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત બજેટમાં ખાસ તો યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને લર્નિંગ લાયસન્સ અને આધાર કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. સિન્ડિકેટ સભ્યોની મળેલી બેઠકમાં ગુજરાત યુનિવર્સિટીના વર્ષ ૨૦૨૩-૨૪ માટે ૨૬૪ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે.
કુલ બજેટમાંથી ૨૪૧ કરોડની આવકનું પ્રોવિઝન કરવામાં આવ્યું છે, જ્યારે ૨૩ કરોડની ખાદ્ય સાથેનું બજેટ મુકવામાં આવ્યું હતું. બજેટમાં વિદ્યાર્થીલક્ષી કામ પણ કરવામાં આવશે. નવી શિક્ષણ નીતિ મુજબ કેટલાક નવા કોર્ષ અને જૂના કોર્ષમાં ફેરફાર પણ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટીમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. જેમાંથી અનેક વિદ્યાર્થીઓ વાહન લઈને આવે છે. ત્યારે હવે કેમ્પસમાં જ વિદ્યાર્થીઓ માટે આધાર કાર્ડ અને લર્નિંગ લાયસન્સ માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. યુનિવર્સીટી પરિસરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને નવી સુવિધાનો લાભ મળશે.
નવા વર્ષમાં વિદ્યાર્થીઓ માટે મેશ અને કેન્ટીનની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે. વિવિધ ભવનોના બજેટમાં ૨૦ ટકાનો વધારો પણ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલ સંપૂર્ણ તોડીને નવી હોસ્ટેલ ઉભી કરવાના આવશે. આ ઉપરાંત અનેક વિભાગોમાં જરૂરી સમારકામ કરવામાં આવશે. આ ઉપરાંત ડિજિટલાઇઝેશન માટે પણ બજેટમાં પ્રોવિઝન કરવામાં આવ્યું છે.
આ ઉપરાંત યુનિવર્સિટી દ્વારા દર વર્ષે જે સામાન્ય ખર્ચ કરવામાં આવે છે તે ખર્ચ થશે. આ સાથે પરીક્ષા વિભાગમાં કામ કરતા કર્મચારીઓ સામે આજે કુલપતિએ લાલઆંખ કરી છે. કામ ચોરી કરતા કર્મચારીઓને આજે કુલપતિએ ઠપકો આપ્યો હતો. સેક્શન અધિકારી કેતન ચુડાસમા અને પ્રાપ્તિ દામાની બદલી કરવાના આવી છે. પરીક્ષા વિભાગની અડોડાઈ અંગે અગાઉ પણ અનેક ફરિયાદ થઈ ચૂકી છે, જેના પગલે આજે બદલી કરવામાં આવી છે.
Recent Comments