ગુજરાત

ગુજરાત યુનિવર્સીટીમાં ઉપકુલપતિ સહિત ૮ લોકો કોરોના સંક્રમિત

ગુજરાત યુનિવર્સીટીમાં ઉપકુલપતિ અને અન્ય કેટલાક અધિકારી અને કર્મચારી તેમજ ૩ અધ્યાપક સહિત આઠથી વધુ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા આગામી બુધવાર સુધી અધિકારીઓ-કર્મચારીઓને વર્ક ફોમ આપવામાં આવ્યુ હતું. તેમજ બુધવાર સુધી કાર્યાલય બંધ રાખવાનો ર્નિણય કરવામાં આવ્યો છે.

યુનિવર્સીટી.દ્વારા હાલ ટાવર બિલ્ડીંગના મુખ્ય કાર્યાલયમાં તમામ અધિકારી-કર્મચારીને ઘરેથી કામ કરવા માટે સૂચના અપાઈ છે. તેમજ કેમ્પસ પણ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. કોરોનાની હાલની સ્થિતિ ધ્યાને લઈને સરકાર દ્વારા વિવ્બીધ પગલા લેવામાં આવી રહ્યા છે. અમુક ગામ અને જિલ્લાઓમાં સ્વયંભૂ લોકડાઉન લાદવામાં આવ્યું છે તો અમુક ધંધા વ્યવસાયોમાં લોકો દ્વારા સ્વયંભૂ લોકડાઉન લાદવામાં આવ્યું છે. ત્યારે હવે ગુજરાત યુનિવર્સીટીમાં આઠથી વધુ વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટવ આવતા આગામી બુધવાર સુધી અધિકારીઓ-કર્મચારીઓને વર્ક ફોમ આપવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts