ગુજરાત યુનિ.માં ૪ જૂન સુધી ૫૦ ટકા સ્ટાફ સાથે કામગીરી કરવી પડશે
રાજ્યમાં કોરોનાની બીજી લહેર સૌથી વધુ ઘાતક સાબિત થઈ છે. આ લહેરમાં લોકો ત્રાહિમામ પોકારી ગયાં છે. સ્કૂલો અને કોલેજાે સહિત અન્ય જાહેર જગ્યાઓ પણ કોરોનાને કારણે બંધ કરી દેવામાં આવી છે. ત્યારે હવે લહેર ઓછી થતાં કેસ પણ ઘટવા માંડ્યા છે. સરકારે પણ આંશિક લોકડાઉનની મંજુરી આપી છે. જેમાં કંપનીઓ અને ઓફિસોમાં ૫૦ ટકા કર્મચારીઓ માટેની છુટ આપવામાં આવી છે. હવે ગુજરાત યુનિવર્સિટીમાં પણ આગામી ૪ જુન સુધી ૫૦ ટકા કર્મચારીઓ માટેની વ્યવસ્થા કરવી પડશે તેવો પરિપત્ર કરવામા આવ્યો છે.
કોરોનાને કારણે ગુજરાત યુનવર્સિટીમાં થોડા સમય માટે કામકાજ બંધ રાખવામાં આવ્યું હતું અને બાદમાં વર્ક ફ્રોમ હોમ કરવામાં આવ્યું હતું. ધીમે ધીમે જરૂરિયાત પ્રમાણે કર્મચારીઓને બોલાવીને કામ કરવામાં આવી રહ્યું હતું. ગૃહ વિભાગના પરિપત્ર બાદ યુનિવર્સિટી દ્વારા પણ પરિપત્ર બહાર પાડીને તમામ વિભાગમાં ૫૦ ટકા સ્ટાફ સાથે કામ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
Recent Comments