ગુજરાત રાજય કર્મચારી વર્ગ – ૩ ખાતાકીય પરીક્ષામાં ફેરફાર કરવાની માંગ અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીએ કરી છે, તાજેતરમાં લેવાયેલી પરીક્ષામાં વર્ગ –૩ ની બઢતી માટેની પરીક્ષા વર્ગ ૧,ર ની સમકક્ષ લેવાય છે, ઉપરાંત પરીક્ષામાં એવો કોર્ષ સામેલ કરવામાં આવ્યા છે કે જેનો ઉપયોગ ભવિષ્યમાં કયારેય થવાનો નથી.
રાજય સરકાર દ્રારા સીધી ભરતીથી ફીકસ પગારમાં થયેલી ભરતી બાદ કર્મચારીઓની સ્પિપા દ્રારા તાલીમ આપીને પરીક્ષા લેવામાં આવે છે, પરંતુ વર્ગ – ૩ માટે પરીક્ષા પાસ કરવાના નિયમમાં ઘણી વિસંગતી છે, જેમાં કર્મચારીને પરીક્ષામાં ૬૦ ગુણ આવે તો પરીક્ષામાંથી મુકિત મળે છે, જયારે કે પ૦ ગુણે પાસ જાહેર કરાય છે, જે કર્મચારીને પ૦ થી વધુ અને ૬૦ થી ઓછા આવે તેને ફરીથી પરીક્ષા આપવી પડે છે. તેણે તમામ તૈયારી અલગથી કરવી પડે છે. કર્મચારીઓની પરીક્ષા મુકિત ની મર્યાદા ૬૦ ગુણથી રદ કરીને ૩પ ગુણ કરવા અને પપ વર્ષથી ઉપરની વય ધરાવતા કર્મચારીઓને પરીક્ષામાંથી મુકિત આપવાની રજુઆત અમરેલીના ધારાસભ્ય પરેશભાઈ ધાનાણીએ કરી છે.
Recent Comments