ગુજરાત

ગુજરાત–રાજસ્થાનની બોર્ડર પરથી પોલીસને સાડા ચાર કરોડ રૂપિયા રોકડા મળ્યા

દિલ્હીથી ગુજરાત તરફ આવતી એક કારમાંથી રાજસ્થાન પોલીસે આશરે ૪.૫ કરોડ રૂપિયાની રોકડ રકમ ઝડપી પાડી છે. બે શખ્સો દિલ્હીની નંબરપ્લેટવાળી કારને લઈ ગુજરાત તરફ આવી રહ્યા હતા. કોઈને અંદાજાે પણ હશે નહીં કે, તેઓ આ કારમાં કેટલા કરોડ રૂપિયા લઈને જઈ રહ્યા છે. આમ તો આ બંને શખ્સને ગુજરાતમાં આવવાનું હતું. પરંતુ દિલ્હીથી ગુજરાત વચ્ચે રાજસ્થાન પોલીસે જ પર્દાફાશ કરી નાખ્યો છે. ડીએસપી મનોજ સવારિયાંના કહેવા પ્રમાણે હાલ રોકડ જપ્ત કરી લેવામાં આવી છે અને આરોપીઓની પુછપરછ ચાલુ છે. પ્રાથમિક વિગતો પ્રમાણે આ કેસ હવાલા સાથે સંકળાયેલો હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. જાે કે, પોલીસ હજુ ઘટના સ્થળે કાર્યવાહી કરી રહી છે અને આરોપીઓને ધરપકડ બાદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે.
દિલ્હીની નંબર પ્લેટવાળી ગાડી જ્યારે રાજસ્થાનની રતનપુર ચોકી પર પહોંચી તો, પોલીસે ડ્રાઈવરની પૂછપરછ કરી હતી. રાજસ્થાન પોલીસે જણાવ્યું કે, ડ્રાઈવરની પૂછપરછમાં સંતોષકારક જવાબ મળ્યો ન હતો. તેમની ગાડીના આગળના ભાગને જાેઈને શંકા ગઇ હતી. પોલીસે તેમને નીચે ઉતારી ગાડીની તપાસ કરી હતી. થોડીવારની તપાસમાં જે જાેવા મળ્યું તે જાેઈને હાજર તમામ પોલીસકર્મીઓ ચોંકી ગયા હતા. ગાડીના ગિયર બોક્સ પાસે એક ચોરખાનાની જગ્યા બનાવી તેમાં ૫૦૦ રૂપિયોના બંડલોના થપ્પા છૂપાવ્યા હતા. પોલીસે કારમાં તપાસ કરતા તેમને રોકડ રૂપિયા તો મળી ગયા. પરંતુ એક પછી એક પોલીસ ૫૦૦ રૂપિયાની નોટોના બંડલ કાઢતી કાઢતી થાકી ગઈ હતી. આશરે ૪.૫ કરોડ રૂપિયા રોકડા તો તમામ પોલીસે પહેલી વખત જાેયા હશે. અને બાદમાં તેની ગણતરી કરવા માટે મશિન પણ લાવવા પડ્યા હતા. જે બાદ કુલ રકમ કેટલી છે. તે ખબર પડી હતી.
દિલ્હીથી ગુજરાત આવતી કારમાંથી મળ્યાં ૫૦૦ રૂપિયાની નોટોનાં એટલાં બંડલ કે રૂપિયામાં ગણવામાં આખો દિવસ ગયો, જાણો કેટલા કરોડ ઝડપાયા ?
ઉલ્લેખનીય છે કે બિછીવાડા પોલીસ સ્ટેશન ગુજરાતના હિંમતનગર બોર્ડર રસ્તા પર આવેલ છે. નેશનલ હાઇવે અહીંથી પસાર થાય છે. હંમેશા અહીં તસ્કરી અને બે નંબરી કાળાબજારી માલ અહીંથી નીકળે છે અને બિછીવાડા પોલીસ સ્ટેશન કાર્યવાહીને અંજામ આપે છે.
દિલ્હીથી ગુજરાત આવતી કારમાંથી મળ્યાં ૫૦૦ રૂપિયાની નોટોનાં એટલાં બંડલ કે રૂપિયામાં ગણવામાં આખો દિવસ ગયો, જાણો કેટલા કરોડ ઝડપાયા ?
આમ તો આ રૂપિયા ગુજરાતમાં આવવાના હતા. પરંતુ વચ્ચે રાજસ્થાનની જાણીતી રતનપુર ચોકીઓના પોલીસકર્મીઓની સઘન ચેકિંગમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહત્વનું છે કે, રતનપુર પોલીસ ચોકીએ ગુજરાત આવતા મોટાભાગના વાહનોનું ચેકિંગ થતું જ હોય છે.

Follow Me:

Related Posts