નવરાત્રિ મહોત્સવમાં કડી શહેર તેમજ તાલુકામાં હવે ગણતરીના દિવસ નવરાત્રી પૂર્ણ થવાના બાકી છે. ત્યારે અલગ અલગ શહેરની સોસાયટીઓ શેરીઓ, મોલામાં ખેલૈયાઓ ગરબે ઝૂમીને આનંદ મેળવી રહ્યા છે. નવરાત્રિના આઠમા નોરતે શહેરમાં તેમજ શહેરીજનો પોતાના માદરે વતન પહોંચીને માતાજીના નિવેદ કરીને આરતી પૂજન કરે છે. કડીના પનોતા પુત્ર અને ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નવરાત્રિના આઠમના દિવસે પોતાના માદરે વતન પહોંચ્યા હતા અને માતાજીના દર્શન કરીને આશિષ મેળવ્યા હતા. મૂળ કડીનાં વતની અને મહેસાણાના ધારાસભ્ય, ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નવરાત્રિના આઠમના દિવસે પોતાના ઘરે કડીમાં આવેલા મણિપુર ખાતે પરિવાર સાથે આવી પહોંચ્યા હતા અને મણિપુરના સિદ્ધેશ્વરી માતાજીના મંદિરે પહોંચીને માતાજીની આરતી તેમજ પૂજન અર્ચન પરિવાર સાથે કરીને આશિષ મેળવ્યા હતા.
કડી પૌરાણિક અને ઐતિહાસિક માંડવી મણિપુર ખાતે નીતિન પટેલ પરિવાર સાથે પહોંચીને માંડવીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. તેમજ કડી શહેરમાં મલ્હાવ રાવની મેલડી માતાજીએ પણ પરિવાર સાથે પહોંચીને દર્શન કર્યાં હતાં. સાથે સાથે કડી શહેરમાં આવેલા આનંદધામ આશ્રમે પહોંચીને ભગવાનનાં દર્શન કર્યાં હતાં. કડીના ભાઉપુરા ખાતે આવેલા વહાણવટી માતાજીના પરિવાર સાથે દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને કડીના તનુજા પુત્ર નીતિન પટેલ દર નવરાત્રિમા આઠમના દિવસે માતાજીના દર્શન કરવા અચૂક આવી પહોંચે છે.
Recent Comments