ગુજરાત રાજ્યના માનરેગા કર્મચારીઓની માંગણી સ્વીકારવા બાબત…
સવિનય ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , દેશમાં બેરોજગારી અને મોંઘવારીનો અતિ ગંભીર પ્રશ્ન ચરમસીમાએ છે . ગુજરાત રાજય પણ બેરોજગારી અને મોંઘવારીના પ્રશ્નથી પીડિત છે , જેની સીધી અસર ગરીબ અને શ્રમિક વર્ગ પર જોવા મળી રહી છે ત્યારે આ પ્રશ્નોને નાથવામાં UPA સરકાર દ્વારા લાવવામાં આવેલ મનરેગા યોજના સૌથી વધુ ઉપયોગી યોજના છે . આ મનરેગા યોજના અંતર્ગત ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રમાં ૩૫ થી ૪૦ લાખ લોકો અને દેશમાં કરોડો લોકો રોજગારી મેળવે છે પરંતુ , આ રોજગાર ગેરંટી યોજનાના અમલીકરણમાં GRS સહિતના મનરેગાના ૩૦૦૦ થી વધારે કર્મચારીઓ પોતાના હકક માટે છેલ્લા કેટલાંક દિવસોથી હડતાલ કરી રહયા છે .
તેમની માંગણી અનુસાર ગ્રામ્ય વિકાસની મનરેગા યોજનાના કર્મચારીઓને મનરેગા યોજનાની ૬ % કન્ટીજન્સી હેઠળ પગાર મેળવે છે . જે બંધ કરી નામ . સુપ્રિમ કોર્ટના ચુકાદા મુજબ સમાન કામ અને સમાન વેતનના હકક આપી સમયસર પગાર , દર વર્ષે મળવાપાત્ર ૧૫ % પગાર વધારો ૧૧ માસના કરાર આધારીત કર્મચારી / હંગામી કર્મચારી તરીકે હાલમાં ફરજ બજાવતા કર્મચારીઓને કાયમી નિમણુંક આપવા સહિતની તમામ માંગણીઓ સમયસર સ્વીકારી મનરેગા યોજનામાં કામ કરતા કર્મચારીઓને સમયસર ન્યાય મળી રહે તેવી કાર્યવાહી થવા મારી વિનંતી સહ ભલામણ છે .
Recent Comments