ગુજરાત રાજ્યના હોમગાર્ડ જવાનો માટે રાજ્યકક્ષાનું રમોત્સવ યોજાયો.
ગુજરાત હોમગાર્ડ્ઝના ડાયરેક્ટર જનરલ મનોજ અગ્રવાલની પ્રેરણાથી ગુજરાત હોમગાર્ડ્ઝ સ્થાપના દિનછઠ્ઠી ડિસેમ્બરની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્યના રમોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેઅંતર્ગત નવેમ્બર 2024 દરમિયાન હોમગાર્ડ જાવાનોનું રાજ્ય કક્ષાનું ટ્રેનિંગ સેન્ટર જરોદ તાલુકા વાઘોડિયા જિલ્લા વડોદરા ખાતે મધ્યઝોનનું આયોજન કરવામાં આવ્યું હતું આ રર્મોત્સવનું ગુજરાત હોમગાર્ડ્ઝના સિનિયર સ્ટાફ ઓફિસર ચુડાસમાના હસ્તે રમોત્સવનો શુભારંભ કરાવવામાં આવ્યો હતો
જેમાં મધ્ય ઝોનમાં સમાવિષ્ટ જીલ્લા ઓમા અમદાવાદ પૂર્વ, અમદાવાદ પશ્ચિમ, અમદાવાદ ગ્રામ્ય, વડોદરા શહેર અને ગ્રામ્ય, છોટા ઉદેપુર, આણંદ, પંચમહાલ, ગોધરા, દાહોદ, ખેડા, નડિયાદ વગેરે ગુજરાત રાજ્યના જીલ્લા ઓના હોમગાર્ડ જવાનોએ આ રાજ્યકક્ષાના રમતોત્સવમાં ભાગ હતો જેમાં 100 મીટર, 200 મીટર, 400 મીટર દોડ, લાંબી કુદ, દોરડા ખેંચ, કબ્બડી, વોલીબોલ, ખો ખો વગેરે જેવી રમતોમાં હોમગાર્ડ જવાનોએ ઉત્સાહ પૂર્વક ભાગ લઈ રાજ્યકક્ષાએ પોતાના જીલ્લા ઓનું નામ રોશન કર્યું હતું જેમાં મધ્ય ઝોન ઈનચાર્જ સુભાષભાઈ નીલ, સહ ઈનચાર્જ સ્નેહલ પટેલ, કુમારભાઈ પટેલ, અમદાવાદ પૂર્વ પશ્ચિમ નહરસિંહ પરમાર, છોટાઉદેપુર વડોદરા ગૌરાંગભાઈ જોષી તથા સમાવિષ્ટ સર્વ જિલ્લાના હોમગાર્ડ્ઝ રમતવીરોએ ઉત્સાહથી ભાગ લીધો હતો જેમાં મધ્ય ઝોનમાં સમાવિષ્ટ જિલ્લા હોમગાર્ડ્ઝ કમાન્ડન્ટો, સ્ટાફ ઓફિસરો અને હોમગાર્ડ દળના અધિકારીઓ ઉપસ્થિતિ રહયા હતા તેમ અમરેલી જીલ્લા હોમગાર્ડ સ્ટાફ ઓફિસર જનસંપર્ક અમીતગીરી ગોસ્વામી ની યાદી જણાવેલ.
Recent Comments