ગુજરાત રાજ્યની ૨૦ બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ શકે છેભાજપ દ્વારા લાગુ કરાયેલી સાત ફોર્મ્યુલામાં માત્ર છ સાંસદો પાસે જ ટિકિટ બચી
લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી આગામી ૨૪ કલાકમાં જાહેર થવાની શક્યતા છે. આ બધાની વચ્ચે એવી અટકળો છે કે પાર્ટી તેના સૌથી મજબૂત ગઢ ગુજરાતમાં મોટો પ્રયોગ કરી શકે છે. રાજ્યની ૨૦ બેઠકો પર વર્તમાન સાંસદોની ટિકિટ કપાઈ શકે છે. ભાજપ કોઈ પણ સંજાેગોમાં જૂના જાેગીઓને રિપિટ કરવા માગતી નથી. નવા ઉમેદવારોમાં મહિલા અને યુવાને પ્રાધાન્ય મળી શકે છે. ગુજરાતનો પ્રયોગ દેશભરમાં અમલમાં મૂકાશે. ગુજરાતમાં પાર્ટી ૨૦૧૯ કરતાં વધુ મહિલાઓને તક આપી શકે છે. ગુજરાતમાં લોકસભાની ૨૬ બેઠકો છે. તમામ બેઠકો પર ભાજપનો કબજાે છે. સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ ૨૦ સીટો પર નવા ચહેરાઓને મેદાનમાં ઉતારી શકે છે. આ અત્યાર સુધીનો સૌથી મોટો પ્રયોગ હોઈ શકે છે.
ટીકીટ પસંદગી માટે પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ ભાજપ દ્વારા લાગુ કરાયેલી સાત ફોર્મ્યુલામાં માત્ર છ સાંસદો પાસે જ ટિકિટ બચી છે. ૨૦૨૪ની લોકસભા ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી આગામી થોડાક કલાકોમાં જાહેર થવાની શક્યતા છે. પ્રથમ યાદીમાં લગભગ ૧૦૦ નામોની જાહેરાત થવાની ધારણા છે. આ બધા વચ્ચે પાર્ટી ગુજરાતમાં સૌથી મોટો પ્રયોગ કરી શકે તેવી ચર્ચા છે. વિદેશ મંત્રી એસ જયશંકર વડોદરા બેઠક પરથી ચૂંટણી લડે તેવી ચર્ચા છે. તો રૂપાણી પોરબંદર અને નીતિન પટેલ મહેસાણાથી ચૂંટણી લડે તેવો પતંગ ચગેલો છે. ૨૦૨૪માં લોકસભાના વર્તમાન સાંસદોને ટિકિટ આપવા માટે સાત રીતે ફીડબેક લેવામાં આવ્યો છે. આ પછી જ પાર્ટી દ્વારા ટિકિટ મંજૂર કરવામાં આવે છે. આમાં સૌથી મહત્વની બાબત નમો એપ પર લેવામાં આવેલ ફીડબેક હતી. જાેવામાં આવ્યું કે નમો એપ પર સંબંધિત સાંસદનું રેટિંગ શું હતું? આ સાથે અન્ય રીતે પણ ફિડબેક લેવાયા છે.
નમો એપ પર લોકો પાસેથી ફીડબેક લેવામાં આવ્યા હતા. ત્રણ સૌથી લોકપ્રિય નામો માટે જનતા પાસે નામો મંગાવાયા હતા. ભાજપના સાંસદોના કામનો અહેવાલ મંગાવાયો. સંસદીય મતવિસ્તારમાં ખાનગી એજન્સીઓ પાસેથી સર્વે કરાવાયો. સંસદીય ક્ષેત્રોમાં મંત્રીઓને મોકલીને રિપોર્ટ લેવાયો. રાજ્ય ચૂંટણી સમિતિ પાસેથી રિપોર્ટ માંગ્યો. તેમજ રાજ્ય સંગઠન, ઇજીજી તરફથી ગ્રાઉન્ડ ફીડબેક મેળવાયો. અનેક મંત્રીઓની ટિકિટ કપાઈ શકે છે. ગુજરાતમાં ભાજપના સાંસદો જેમની ટિકિટ કપાઈ રહી છે. જેમાં ઘણા કેન્દ્રીય મંત્રીઓ સામેલ છે. જેમાં દર્શના જરદોશ, મહેન્દ્ર મુંજપુરાના નામનો સમાવેશ થાય છે. રાજ્યસભાના સભ્ય તરીકે કેન્દ્રીય કેબિનેટમાં સામેલ મનસુખ માંડવિયા અને પરશોત્તમ રૂપાલા લોકસભાની ચૂંટણી લડે તેવી પૂરી શક્યતા છે. ગુજરાતમાં હાલમાં ૨૬ બેઠકોમાંથી છ મહિલા સાંસદ છે. તેમની સંખ્યા વધી શકે છે. એવી અટકળો ચાલી રહી છે કે ભાજપની યાદી ૩ માર્ચે જાહેર થશે. એનડીએ ૨.૦ સરકારની છેલ્લી મંત્રી પરિષદની બેઠક બાદ પાર્ટી યાદી જાહેર કરી શકે છે.
Recent Comments