ગુજરાત રાજ્યમાં ફિક્સ કર્મચારીઓમાં સરકારે પગારમાં વધારો કર્યો સારી વાત છે. ખેડૂતો ને પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ ઘટતા ભાવ અને નબળું વર્ષ તેની સામું જુવો
ગુજરાત રાજ્યમાં ફિક્સ કર્મચારીઓમાં સરકારે પગારમાં વધારો કર્યો તો ગુજરાતના ખેડૂતો નું શું કપાસના ભાવ ઘટ્યા અને વર્ષ નબળું પડ્યા માથે પાટુ ખેડૂતોને કોઈપણ સંજોગોમાં સરવાળો મળે તેવી શક્યતા નથી જેથી આ મોંઘવારીના સમયમાં કૃષિ મંત્રી ખુદ સ્વીકારતા હોય તે આ વર્ષે ખેડૂતોને નુકસાન છે તો સર્વે કરી અને ખેડૂતોને સહાય આપવા પાક તદ્દન નિષ્ફળ ગયેલ હોય જેથી મોંઘા ખાતર બિયારણ ઉંચી મજૂરી અને ખર્ચાળ ખેતી ખેડૂતોને પાયમાન અને કંગાળ બનાવી રહી છે જેથી ગુજરાત સરકારે વિચાર કરી અત્યારે હાલ તુરંત સર્વે કરી અને સમગ્ર ગુજરાતમાં ખેડૂતો માટેનું રાહત રાહત પેકેજ જાહેર કરવા અને ખેડૂતોની દિવાળી સુધરે તેવી જાહેરાત કરવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ શાખપુર સરપંચ શ્રી જશુભાઈ ખુમાણ દ્વારા માંગણી કરાય છે
Recent Comments