fbpx
ગુજરાત

ગુજરાત રાજ્યમાં માવઠાથી ૩૩ ટકાથી વધુ નુકસાન

રાજ્યમાં માવઠાને પગલે ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે તેવું કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જણાવ્યુ છે. અસરગ્રસ્ત ૧૩ જિલ્લાના ૪૮ તાલુકામાં ૫૫૫ ટીમે પાક નુકસાનીનો સરવે કર્યો છે અને જીડ્ઢઇહ્લના નિયમ મુજબ ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હશે તે ખેડૂતોને સહાય મળશે. અસરગ્રસ્ત ખેડૂતોએ સહાય મેળવવા માટે ્‌ર્ડ્ઢંનો સંપર્ક કરવાનો રહેશે. માવઠાને કારણે મોટાભાગના ખેડૂતોને નુકશાન થયું હોવાની વાત સામે આવી હતી. જે બાદ સરકાર દ્વારા સરવે પણ હાથ ધરવામાં આવ્યો હતો. જાેકે એચએએલ બેઠક જામનગર ખાતે મળી હતી તે દરમ્યાન રાજ્યના કૃષિ મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હશે તેવા ખેડૂતોને સહાય મળશે. ખેડૂતોની અરજી મળ્યા બાદ તેમના ખાતામાં જ સહાયની રકમ જમા થઈ જશે. કૃષિ પ્રધાન રાઘવજી પટેલે જામનગરમાં ખેતીવાડી અને સિંચાઈ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. તો જમીન રિ-સરવે મુદ્દે રાઘવજી પટેલે કહ્યું કે જામનગર જિલ્લામાં એક પણ અરજી પેન્ડિંગ નહીં રહે. અધિકારીઓને તાત્કાલિક જમીન રિ-સરવે અંગે કામ કરવાના આદેશ આપ્યા છે.

Follow Me:

Related Posts