ગુજરાત રાજ્યમાં ૧૨૭૦૩ કરોડના સંભવિત રોકાણના સી.એમની હાજરીમાં સમજૂતી કરાર થયા, ૧૩૮૮૦ રોજગાર તકો ઉભી કરાશે
રાજ્યમાં ઉદ્યોગોને આર્ત્મનિભરતા માટે સહાયની ‘ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના રાજ્ય સરકારે ઓક્ટોબર-૨૦૨૨માં જાહેર કરી હતી. આ યોજના અંતર્ગત રાજ્યમાં જુદાજુદા સ્થળોએ ઉદ્યોગો શરૂ કરવા રોકાણો માટેના ૧૬ જેટલા એમ.ઓ.યુ સોમવારે તા.૧૩મી માર્ચે એક જ દિવસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતીમાં સંપન્ન કરવામાં આવ્યા હતા. આ ૧૬ જેટલા બહુવિધ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (સ્ર્ંેં)ને પરિણામે રાજ્યમાં રૂપિયા ૧૨૭૦૩ કરોડનું સંભવિત રોકાણ તેમજ ૧૩૮૮૦ સૂચિત રોજગારીની વ્યાપક તક ઊભી થશે.
શું આ યોજના અંતર્ગત અંદાજે ૩૮૬૩૧ લોકોને રોજગારી મળશે?.. તે જાણો.. ઑક્ટોબર ૨૦૨૨માં શરૂ કરવામાં આવેલી ‘ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રિઝ’ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં કુલ ૫૪૮૫૨ કરોડના સૂચિત રોકાણોના ૨૦ એમ.ઓ.યુ થયા છે. આના પરિણામે ૨૪૭૦૦થી વધુ સૂચિત રોજગાર અવસર મળવાના છે. ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં સોમવારે થયેલા વધુ ૧૬ એમ.ઓ.યુ. સાથે કુલ ૩૬ એમ.ઓ.યુ. રૂપિયા ૬૭ હજાર ૫૫૫ કરોડના સૂચિત રોકાણો માટે થયા છે અને અંદાજે ૩૮૬૩૧ લોકોને રોજગારી મળશે. સોમવારે તારીખ ૧૩મી માર્ચે થયેલા બહુવિધ એમ.ઓ.યુ. અન્વયે કેમિકલ એન્ડ ડાયઝ, એગ્રોકેમિકલ્સ, સ્પેશિયાલિટી કેમિકલ્સ, ગોલ્ડ રિફાઈનિંગ એન્ડ પ્રોસેસિંગ, સેફ્ટી પ્રોટેક્ટવેર, ફૂડ વર્ક્સ, કાર્બનિક કેમિકલ્સ અને સોલાર મોડ્યુલ તથા સેલ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં રોકાણો આવશે.
મોટાભાગના ઉદ્યોગો ૨૦૨૪-૨૫ સુધીમાં પોતાનું ઉત્પાદન શરૂ કરશે તેમ જ આ ઉદ્યોગો પૈકી દહેજ ઉદ્યોગ વસાહતમાં ૫, સાણંદ અને ભરૂચના ઝઘડીયામાં ૩-૩, પાનોલીમાં ૨ તેમજ ભીમાસર, નવસારી, અને સાયખા ઉદ્યોગ વસાહતોમાં ૧-૧ ઉદ્યોગો શરૂ થવાના છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારની આ ‘ધ આર્ત્મનિભર ગુજરાત સ્કીમ્સ ફોર આસિસ્ટન્સ ટુ ઇન્ડસ્ટ્રિઝનો યોગ્ય લાભ અને જરૂરી મદદ સહાય ઉદ્યોગોને પૂરી પાડવાની પ્રતિબદ્ધતા આ તકે દર્શાવી હતી. ત્યારે ઉદ્યોગમંત્રી બલવંતસિંહ રાજપૂતે દેશના ગ્રોથ એન્જીન ગુજરાતની આ યોજના રાજ્યમાં ઉદ્યોગ-રોકાણોને વધુ આકર્ષિત કરશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. શું આ રોકાણોથી દેશ માટે વધુ પ્રગતિનો માર્ગ નિર્ધારિત થશે?.. તે જાણો..
આ રોકાણોથી સમગ્ર દેશ માટે વધુ પ્રગતિનો માર્ગ નિર્ધારિત થશે અને ભારતીય સમુદાયને સામુહિક રીતે આગળ વધવાની સાથે સ્થાનિક ઉત્પાદનોને વૈશ્વિક મંચ પર લઇ જવાની તક મળશે. આ સ્ર્ેં સાઇનિંગ અવસરે મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જાેષી, ઉદ્યોગ કમિશનર રાહુલ ગુપ્તા, ઈન્ડેક્સ-બીના એમ.ડી. મમતા હિરપરા તથા વરિષ્ઠ અધિકારીઓ, રોકાણકારોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. સ્ર્ંેં શું છે?.. તે જાણો.. બે કે તેથી વધુ પક્ષો વચ્ચેના કરારના દસ્તાવેજને સ્ર્ંેં કહેવાય છે. સ્ર્ંેં એ બે પક્ષો વચ્ચેના કરારનો એક લેખિત દસ્તાવેજ છે, જેમાં એકસાથે કંઈક કરવા માટેનો કરાર હોય છે, જેની સાથે સંમત થયા હોય તેમની સહીઓ હોય છે. સ્ર્ંેંનો ઉપયોગ પરસ્પર સંમતિથી સામાન્ય હિત માટે થાય છે, તેનું મહત્વ એવા કેસમાં છે. જ્યારે એક પક્ષ આપેલા વચનો મુજબ કામ ન કરી રહ્યો હોય તો બીજાે પક્ષ કોર્ટમાં જઈ શકે છે.
Recent Comments