ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલજીના માર્ગદર્શનમાં યોગસંવાદ યોજાયો

આજ રોજ અમરેલીના દામનગર શહેર ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવકશ્રી શીશપાલજીના માર્ગદર્શનમાં યોગસંવાદ કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમમાં યોગસેવકશ્રી શીશપાલજી દ્વારા યોગ, પ્રાણાયામ,આસનની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ભૂતપૂર્વ નિવૃત I. G. P. શ્રી હરિકૃષ્ણ પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી ચાંદનીબેન નારોલા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી વિક્રમસિંહ પરમાર તથા શહેરીજનો, પત્રકારો અને યોગ ટ્રેનર જોડાયા હતા. યોગસંવાદ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments