fbpx
અમરેલી

ગુજરાત રાજ્ય વિકાસમાં નહિ પણ અપરાધમાં નંબર ૧ બન્યુંરાજ્યની પ્રજા સમયસર જાગી ભાજપને રાજ્ય નહીં દેશવટો આપેરાજ્યમાં બેન્ક અને બેટીઓ અસલામત બની કાયદો અને વ્યવસ્થા માત્ર નામની ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આક્રોશ વ્યક્ત કર્યો..

રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આકરી ચિંતા વ્યક્ત કરી રાજ્ય સરકારપર આકરા પ્રહાર કરી ભાજપને ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેસમાંથી દેશવટો આપવાની જનતાને અપીલ કરી છે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર દ્વારા જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા ૩૦ વરસથી ભાજપનું એકધારું શાસન ચાલી રહ્યું છે તેમજ કેન્દ્રમાં ૭ વરસ થી પણ શાસન ની ધૂરા સંભાળી છે પણ સામાન્ય પ્રજા ને સુશાસનનો અનુભવ થતો કારણ કે ભ્રષ્ટાચારે માજા મૂકી છે લોકોને ડગલે ને પગલે   નાણાં આપવાની ફરજ પડે છે.ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે રાજકોટની ઘટના યાદ કરી જણાવ્યું હતું કે એક પોલીસ કમિશનર હપ્તાખોરી કરી રહ્યા હોવાનું ભાજપના ધારાસભ્ય ગૃહમંત્રીને પત્ર લખી જણાવી રહ્યા છે તેમજ રાજ્યના ગૃહપ્રધાનના હોમટાઉનમાં સુરતમાં પણ ગુનાખોરી વધી રહી છે એક દીકરીની સરાજાહેર હત્યા કરવામાં આવી રહી છે અહીં પણ પોલીસની હપ્તાખોરી બહાર આવી છે એક બિલ્ડર દ્વારા વીડિયો વાયરલ કરવામાં આવી રહ્યો છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપર પગલાં લેવાના બદલે માત્ર બદલીઓ કરી સંતોસ માની લેવામાં આવે છે.રાજ્યમાંથી અનેક ભગોડાઓ બેન્ક લૂંટી દેશ છોડી અન્ય દેશમાં જતા રહ્યા છે

રાજ્યની બેન્ક અને દીકરીઓ અસલામતી અનુભવી રહ્યા છે લાઠી બાબરાના ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે આંકડાકીય માહિત આપતા જણાવ્યું હતું કે NCRB ના આંકડા પ્રમાણે સમગ્ર ભારતમાં વર્ષ ૨૦૧૯/૨૦ના આંકડાકીય માહિતી પ્રમાણે જોઈએ તો ૨૮.૩% અપરાધો વધ્યા છે અને તેમાં ગુજરાત રાજ્ય સૌથી વધુ મોખરે છે પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે તેમાં અપરાધોની સંખ્યા અગાવના વરસ કરતા માયનસ ૧૪.૪૬% થઈ છે અને ભાજપ શાસિત અન્ય રાજ્યોમાં ગુનાહિત આંકડા વધ્યા છે ત્યારે ભાજપ દેસની સરકાર હવે ગુજરાત સરકાર ગુલબાગો ફેંકી સુ સાબિત કરવા માંગે છે ગાંધી અને સરદારના ગુજરાતમાં  રાજ્ય સરકાર ખુલાસો કરે તેવી માંગણીઓ કરી છેધારાસભ્ય ઠુંમરે અંતમાં જણાવ્યું હતું કે સમગ્ર દેસમાં અપરાધોનીની સંખ્યામાંમાં વધારો થઈ રહ્યો છે ત્યારે રાજ્યની જનતા તાકીદે જાગવાની જરૂર છે ગાંધીના ગુજરાતમ બેન્ક ફ્રોડમાં રાજ્ય નંબર વન બન્યું ત્યારે જનતા ને વિચારવા નો સમય પાકી ગયો છે રાજ્યના હિતમાં રાજ્યની જનતા વિચારી ગાંધી અને સરદારના મૂલ્યોનું ફરી વખત નિર્માણ કરી વરસ ૨૦૨૨માં આવતી ચૂંટણીઓમાં ભાજપને હટાવવા રાજ્યની પ્રજા આગળ આવે તેવી અંતમાં રાજ્યની જનતા ને ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમરે અપીલ કરી છે

Follow Me:

Related Posts