ગુજરાત લોજિસ્ટિક્સ ઈન્ડેક્સમાં ત્રીજા વર્ષે પણ ટોચ પર
પ્રથમ લોજિસ્ટિક અહેવાલ ૨૦૧૮માં જારી કરવામાં આવ્યો હતો. ગયા વર્ષે કોરોના મહામારીને કારણે આ યાદી જાહેર કરવામાંઆવી ન હતી. આ યાદીમાં મહારાષ્ટ્ર પાંચમા ક્રમે, ઉત્તર પ્રદેશ છઠ્ઠા, ઓડિશા સાતમા, કર્ણાટક આઠમા, આંધ્ર પ્રદેશ નવમા અને તેલંગણા દસમાં ક્રમે છે. આ યાદીમાં પશ્ચિમ બંગાળ ૧૫મા, રાજસ્થાન ૧૬મા, મધ્ય પ્રદેશ ૧૭મા, ગોવા ૧૮મા, બિહાર ૧૯મા, હિમાચલ પ્રદેશ ૨૦મા અને આસામમાં ૨૧મા ક્રમે છે. આ યાદી ૨૧ માપદંડના આધારે તૈયાર કરવામાં આવી છે. આ સર્વે મે-ઓગસ્ટ, ૨૦૨૧ વચ્ચે કરવામાં આવ્યો હતો.લોજિસ્ટિક ઇન્ડેક્સ ચાર્ટમાં ગુજરાતે પોતાનું ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે તેમ વાણિજય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા અહેવાલમાં જણાવવામાં આવ્યું છે. આ ઇન્ડેક્સ નિકાસ અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે જરૂરી લોજિસ્ટિક સેવાઓેની કુશળતાના સંકેત છે. ગુજરાત ૨૧ રાજ્યોની યાદીમાં પ્રથમ સ્થાને છે. ગુજરાત પછી આ યાદીમાં અનુક્રમે હરિયાણા, પંજાબ, તમિલનાડુ અને મહારાષ્ટ્ર આવે છે. વાણિજય અને ઉદ્યોગ પ્રધાન પિયૂષ ગોયલે આજે ત્રીજા લિડ્સ(લોજિસ્ટિક્સ ઇઝ એક્રોસ ડિફરન્ટ સ્ટેટ્સ), ૨૦૨૧નો અહેવાલ રજૂ કર્યો હતો. આ અહેવાલ સમસ્યાવાળા ક્ષેત્રોની ઓળખ કરવા અને તેના ઉકેલ માટે નીતિગત પ્રક્રિયા કરવામાં મદદ મળશે. આ ઇન્ડેકસનો ઉદ્દેશ રાજ્યોમાં લોજિસ્ટિક સંબધી દેખાવોમાં સુધારો કરવાનો છે. જે દેશના વેપારમાં સુધાર અને લેવડદેવડના ખર્ચને દૂર કરવા માટે જરૂરી છે. પૂર્વોત્તર રાજ્યો અને હિમાલયના કેન્દ્ર શાસિત પ્રદેશોની યાદીમાં જમ્મુ-કાશ્મીર ટોચ પર છે. જ્યારે કેન્દ્ર શાસિત રાજ્યોમાં દિલ્હી ટોચ પર છે.
Recent Comments