ગુજરાત

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ ૨ અરબ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યો : ચૂંટણી પંચનો રીપોર્ટ

વર્ષ ૨૦૨૨ ના અંતમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો પરચમ લહેરાયો હતો. વિરોધીઓને પરસ્ત કરીને ભાજપે ૧૫૬ સીટ પર જીત મેળવી હતી. આ બમ્પર જીત પાછળ ભાજપે કરોડો રૂપિયા ખર્ચ્યા હતા, જેનો હવે ખુલાસો થયો છે. ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં ગુજરાત ભાજપે કેટલા રૂપિયા ખર્ચ્યા તેનો આંકડો હવે સામે આવ્યો છે. એક રિપોર્ટમાં તેનો આંકડો આપવામાં આવ્યો છે. જે મુજબ, પાર્ટીએ ચૂંટણી પંચને આ ખર્ચાનો આખો રિપોર્ટ સોંપ્યો છે. ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કેટલા રૂપિયાનો ખર્ચ કર્યો હતો, પાર્ટીએ ચૂંટણી પંચને આ ખર્ચાનો હિસાબ આપ્યો છે. ચૂંટણી પંચને સોંપાવામાં આવેલ રિપોર્ટ અનુસાર, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે કુલ ૨ અરબ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યો છે.

ગુરુવારે ચૂંટણી આયોગે આ ખર્ચના રિપોર્ટને સાર્વજનિક કર્યો છે. ભાજપે સામાન્ય પાર્ટી પ્રચાર અને ઉમેદવારો પર મળીને કુલ ૨૦૯.૯૭ કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો. ચૂંટણી પંચને આપવામાં આવેલ ખર્ચના રિપોર્ટમાં ભાજપે જણાવ્યું કે, તેણે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારોને લગભગ ૪૧ કરોડ રૂપિયાનું વળતર કર્યું અને વિમાન તથા હેલિકોપ્ટરનો ઉપયોગ સહિત યાત્રા પર ૧૫ કરોડ રૂપિયાથી વધારાનો ખર્ચ કર્યો હતો. પાર્ટીએ સામાન્ય પ્રચાર પર ૧૬૦.૬૨ કરોડ રૂપિયા ખર્ચ કર્યાં હતા. ભાજપે ગત ડિસેમ્બર મહિનામાં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જંગી જીત હાંસિલ કરી હતી. પાર્ટીએ રાજ્યની ૧૮૨ માંથી ૧૫૬ સીટ જીતીને જુના તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતા. તો વિપક્ષી દળ કોંગ્રેસ માત્ર ૧૭ સીટ પર જીત મેળવીને સંતોષ માનવો પડ્યો હતો. ભાજપ હાલ લોકસભા ચૂંટણીમાં જીત પર ફોકસ કરી રહ્યું છે. તે વિધાનસભાની જેમ લોકસભામાં પણ રેકોર્ડ તોડવા માંગશે. પાર્ટીએ ૨૦૧૪ અને ૨૦૧૯ માં પણ રાજ્યની તમામ લોકસભા સીટ પર જીત હાંસિલ કરી હતી. પાર્ટી ૨૦૨૪ માં પણ આ રેકોર્ડ યથાવત રાખવા માંગે છે.

Follow Me:

Related Posts