ગુજરાતમાં વિજય રૂપાણીની સરકાર બરખાસ્ત કર્યા બાદ નવી બનેલી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારે માર્ચ મહિનામાં વિધાનસભામાં બજેટ પસાર કર્યું હતું. વિધાનસભાના નિયમ મુજબ ૬ મહિનામાં વિધાનસભાની બેઠક બોલાવવી પડે તે જાેતાં સપ્ટેમ્બર મહિનામાં વિધાનસભાનું ચોમાસુ સત્ર બોલાવવામાં આવી શકે છે. ખાસ કરીને સપ્ટેમ્બરના અંતમાં નવરાત્રી છે જે પૂર્ણ થયા બાદ ૧૦ ઓક્ટોબરે પટેલ સરકારના એક વર્ષ પૂર્ણ થતાં હોવાથી આ સરકારની કામગીરીને મૂલવવામાં આવશે. તે પછી ૧૧ અને ૧૨ તારીખે બે દિવસનું ટુંકુ ચોમાસુ સત્ર બોલાવવામાં આવી શકે છે.
આ ટુંકા સત્ર અંગે રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે મુખ્યમંત્રી કક્ષાએથી ચર્ચા વિચારણાઓ અને બેઠકો શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને સરકારના એક વર્ષની કામગીરીનું સરવૈયું પણ આ સત્રમાં રજુ કરવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભામાં હાલ ૧૭૮ ધારાસભ્યો છે. જેઓનું પણ આ અંતિમ સત્ર રહેશે. ગત બીજી માર્ચે ગુજરાતનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ૨ લાખ ૪૩ હજાર ૯૬૫ કરોડ બજેટનું રજૂ કર્યું હતું. આ બજેટમાં બોટાદ, વેરાવળ, જામ ખંભાળિયામાં નવી મેડિકલ કોલેજાે શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.
ચૂંટણીનું વર્ષ હોવાથી નવા કરવેરા પણ લાદવામાં આવ્યા નહોતા. સરકારે બજેટમાં ૪ હજાર ગામોને ફ્રી વાઇફાઈની સુવિધા આપવાની જાેગવાઈ પણ કરી હતી. તે ઉપરાંત યુક્રેનમાં વિદ્યાર્થીઓ ફસાયા બાદ હવે ત્રણ નવી મેડિકલ કોલેજની જાહેરાત પણ કરી હતી. ૨૦ વર્ષમાં માથાદીઠ આવક ૧૯ હજારથી વધી ૨.૧૪ લાખ થઈ છે. રાજ્યના વર્તમાન ધારાસભ્યોએ છેલ્લા ૫ વર્ષ દરમ્યાન એમએલએ લોકલ એરીયા ડેવેલોપમેંટ ફંડમાંથી ૧૦૦૪.૧૫ કરોડ રુપિયા મંજુર કરવામાં આવ્યા અને તેમાંથી ૬૭૭.૫ કરોડ રુપિયાનો ખર્ચ થયો. જેની ટકાવારી ૬૭.૪૭% છે.
કુલ મંજુર થયેલા ૫૩૦૨૯ કામોમાંથી ૪૦૪૨૮ (૭૬%) કામો પુરા થઇ શક્યા છે. જ્યારે કુલ બજેટ માંથી ૬૦૦ કરોડ રૂપિયા વણવપરાયેલ રહ્યા છે. આદીવાસી વિસ્તારના મતક્ષેત્રો જાેતાં કુલ ૨૫૨ કરોડ રુપિયાનું એમએલએ એકએડી ફંડ હતું. જેમાંથી ૨૩૦.૩૭ કરોડ રૂપિયાન કામો મંજુર કરવામાં આવ્યા અને ૧૭૭ કરોડ રૂપિયાના કામો થયા. આ ભંડોળમાંથી ૭૫ કરોડ જેટલી રકમ વણવપરાયેલ રહી છે.
એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ ના એક અહેવાલ અનુસાર ગુજરાત સરકાર વિધાનસભામાં વિપક્ષના જે સવાલોનો મૌખિક જવાબ આપવાનો હોય છે તેવા તારાંકિત પ્રશ્નોના જવાબ મામલે મૌન રહી છે.વર્ષ ૨૦૧૭થી ૨૦૨૨ના પાંચ વર્ષના વિવિધ સત્રોમાં ગુજરાતની પ્રજાના પ્રતિનિધિઓએ સરકાર અને મંત્રી સમક્ષ ૩૮,૧૨૧ પ્રશ્નો પૂછ્યા હતા તેમાંથી માત્ર બે ટકા કે ૬૦૦ પ્રશ્નોના જ જવાબ આપવામાં આવ્યા હતાં.
બીજી તરફ રાજસ્થાન કરતાં ગુજરાત વિધાનસભાની કામગીરીની ટકાવારી પણ ઓછી નોંધાઈ છે.ગુજરાતની ભૂપેન્દ્ર પટેલની સરકારને ૧૦ સપ્ટેમ્બરે એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે. બીજી બાજુ વિધાનસભાના બજેટ સત્રના પણ ૬ મહિના પૂર્ણ થયા હોવાથી સપ્ટેમ્બરની ૧૧ અને ૧૨ તારીખે ટુંકુ સત્ર બોલાવવામાં આવે તેવી શક્યતાઓ છે.
આ સત્ર પટેલ સરકારના છેલ્લા સત્રની સાથે ચૂંટાયેલા તમામ ધારાસભ્યો માટે પણ વિધાનસભા ગૃહની બેઠક અંતિમ બેઠક રહેશે. કેમ કે, ડિસમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી હોવાથી જાન્યુઆરી સુધીમાં નવી ૧૫મી વિધાનસભાનું ગઠન થઈ જશે. આ અંગેનો ર્નિણય ટુંક સમયમાં કેબિનેટની બેઠકમાં કરવામાં આવે તેવી શક્યતાઓ છે.
Recent Comments