ગુજરાત વિધાનસભા ચૂંટણીની પૂર્ણ થઇ તૈયારીઓ, ટૂંક સમયમાં તારીખો જાહેર થશે
ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો હવે ટૂંક સમયમાં જાહેર થઈ શકે છે. કારણ કે ચૂંટણી પંચે તેને લઈને તમામ તૈયારીઓ પુરી કરી લીધી છે. હવે માનવામાં આવી રહ્યું છે કે, ચૂંટણી પંચ બહુ જલ્દી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે ગત વખતની માફક ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં થશે. આપને જણાવી દઈએ કે, ગુજરાત વિધાનસભાની ૧૮૨ સીટ માટે આ વર્ષના અંતમાં ચૂંટણી થઈ રહી છે. આપને જણાવી દઈએ કે, પાછલા દિવસોમાં ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે, પણ ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી નથી, જાે કે માનવામાં આવી રહ્યું છે કે, ડિસેમ્બરમાં જ ગુજરાતમાં ચૂંટણી પુરી થઈ જશે.
ભલે ગુજરાત ચૂંટણી પંચે કાર્યક્રમની જાહેરાત કરી ન હોય, પણ આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારો જાહેર કરવાનું શરુ કરી દીધું છે. હાલમાં જ આમ આદમી પાર્ટીએ ૧૩ સીટો પર ઉમેદવારોની યાદી જાહેર કરી છે. અત્યાર સુધી ન તો ભાજપ કે કોંગ્રેસ આગામી ચૂંટણીને લઈને કોઈ ઉમેદવાર જાહેર કર્યો છે. આમ આદમી પાર્ટીએ ખુદને સત્તાધારી ભાજપને આકરી ટક્કર આપતી મુખ્ય દાવેદાર પાર્ટી તરીકે સ્થાપિત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાજ્યમાં આક્રમક રીતે પ્રચાર કરી રહ્યા છે તથા રેલીઓ અને જાહેરસભાઓ ગજવી રહ્યા છે. તેઓ જનતાને મફત વિજળી અને સારી શિક્ષણ વ્યવસ્થા તથા સ્વાસ્થ્ય સુવિધાઓ આપવા વચનો આપી રહ્યા છે.
Recent Comments