fbpx
ગુજરાત

ગુજરાત વિધાનસભા સત્રમાં ધ ફેમીલી આઈડી એક્ટ કરવામાં આવશેકૌટુંબિક ૈંડ્ઢ ને જન્મ, મૃત્યુ અને લગ્નના રેકોર્ડ્‌સ સાથે લિંક કરવામાં આવશે

ગુજરાતમાં આગામી સમયમાં પરિવાર ઓળખ માટે ખાસ કાર્ડ બનાવવામાં આવશે. મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકાર વિધાનસભા સત્રમાં આ અંગેનું બિલ લાવવા જઇ રહી છે. ધ ફેમીલી આઈડી એક્ટ ગુજરાત વિધાનસભા સત્રમાં કરવામાં આવશે. તમામ પરિવાર માટે ખાસ ઓળખ પત્ર બનાવવાની એકટમાં જાેગવાઈ રાખવામાં આવશે. આ કાર્ડની વિશેષતામાં તેમા પરિવારના તમામ સભ્યોનો ડેટા હશે. ૮ ડિઝિટનો પરિવાર આઈડી આપવામાં આવશે. જેના દ્વારા પરિવારના સભ્યોની ઓળખ મળી રહેશે. આ બિલનો મુખ્ય ઉદ્દેશ લોકોને અલગ અલગ સમય વિવિધ સર્ટિફિકેટ માટે થઈ રહેલી સમસ્યા નિવારવાનું છે. ગુજરાત સરકાર દ્વારા આગામી સમયમાં જે પરિવારની ઓળખ માટેનું કાર્ડ આપવામાં આવશે તેનાથી અનેક ફાયદા લોકોને થશે.

આ કૌટુંબિક ૈંડ્ઢ ને જન્મ, મૃત્યુ અને લગ્નના રેકોર્ડ્‌સ સાથે લિંક કરવામાં આવશે. જેથી જ્યારે પણ જીવનમાં આવી ઘટનાઓ બને ત્યારે ડેટાનું સ્વચાલિત અપડેટ સુનિશ્ચિત થાય. કૌટુંબિક ૈંડ્ઢ વિવિધ યોજનાઓ જેવી કે શિષ્યવૃત્તિ, સબસિડી અને પેન્શનને લિંક કરશે. જેથી સુસંગતતા અને વિશ્વસનીયતા સુનિશ્ચિત કરી શકાય તેમજ વિવિધ યોજનાઓ, સબસિડી અને પેન્શનના લાભાર્થીઓની સ્વતઃ પસંદગીને સક્ષમ કરી શકાય. કૌટુંબિક ૈંડ્ઢ ડેટાબેઝની આપમેળે પૂછપરછ કરવામાં આવશે. એકવાર પરિવારોનો ડેટાબેઝ તૈયાર થઈ જાય, પછી પરિવારો દરેક વ્યક્તિગત યોજનાઓ હેઠળના લાભો મેળવી શકશે. એકવાર પરિવારોનો ડેટાબેઝ તૈયાર થઈ જાય પછી, પરિવારોએ દરેક વ્યક્તિગત યોજના હેઠળ લાભ મેળવવા માટે અરજી કરવાની જરૂર નથી.

વધુમાં એકવાર ઁ૦ઁ ડેટાબેઝમાં ડેટા અપલોડ થયા પછી લાભાર્થી દ્વારા કોઈ વધુ દસ્તાવેજાે સબમિટ કરવાની જરૂર રહેશે નહીં તે પ્રકારની જાેગવાઈ એકટમાં હોવાની શક્યતા છે. આ પ્રકારનું કાર્ડ અગાઉ હરિયાણા અને કેરળમાં લાગુ કરવામાં આવ્યુ છે. ત્યારે હવે ભારતના ત્રીજા રાજ્ય ગુજરાતમાં પણ આ યોજના લાગુ કરવામાં આવશે. આ કૌટુંબિક ૈંડ્ઢ કાર્ડનો મુખ્ય હેતુ સરકારની યોજનાઓના લાભમાં વિલંબ ના થાય તે માટેનો છે. સાથે જ પરિવારના દરેક સભ્યને યોજનાનો લાભ મળે તે માટે આયોજન કરવામાં આવ્યુ છે.

Follow Me:

Related Posts