ગુજરાત વિધાનસભા સત્ર ચાલી રહ્યું ત્યારે શરૂઆતથી લઈ અત્યાર સુધી સત્રો, બેઠકો અને પસાર થયા છે આટલા વિધેયકો
અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે 1 મે 1960થી ગુજરાતની સ્થાપના થઈ અને સરકાર બની ત્યાર બાદ એ સમયથી લઈને અત્યાર સુધીમાં 138 સત્રો મળ્યા છે જ્યારે 2062 બેઠકો અત્યાર સુધીમાં મળી છે જ્યારે 1012 વિધેયકો પસાર કરવામાં આવ્યા છે. ઉપરોક્ત વાત વિધાનસભાના અધ્યક્ષ નીમાબેન આચાર્યએ આજે રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં આ વાત કરી હતી.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સ્વતંત્ર પૂર્વ ભારતના પ્રથમ વિધાનસભાના કેન્દ્રીય વિધાનસભાના અધ્યક્ષ વિઠ્ઠલભાઈ પટેલ કે જેમના નામથી આ વિધાનસભા છે અને સ્વ પ્રથમ લોકસભાના અધ્યક્ષ ગણેશ વાસુદેવ માવળંકર હતા જેઓ પણ ગુજરાતના જ હતા. નરેન્દ્ર મોદી અને અમિત શાહ દેશને નવી ઉંચાઈઓ પર લઈ જઈ રહ્યા છે.
સંવિધાનમાં કનૈયાલાલ મુનશી અને હંસાબેન મહેતાનું સંવિધાન સભામાં સદસ્યના રૂપે સામેલ થયા હતા જેમનું અમૂલ્ય યોગદાન છે. આ રીતે અલગ અલગ યોગદાન ગુજરાતનું દેશમાં રહ્યું છે તેમ નીમાબેન આચાર્યએ રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં જણાવ્યું હતુ.
અત્યારે વિધાનસભા સત્ર ચાલી રહ્યું છે ત્યારે 1 મે 1960થી લઈને માર્ચ 2022 સુધીમાં 132 સત્ર મળ્યા છે.
138 સત્ર મળ્યા છે
2062 બેઠકો વિધાનસભામાં મળી છે.
1012 વિધેયક પસાર કરવામાં આવ્યા છે.
Recent Comments