fbpx
ગુજરાત

ગુજરાત વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષામાં ગેરરીતિ સામે આવી

ગુજરાતમાં ફરી એકવાર પરીક્ષામાં ગેરરીતિની ઘટના સામે આવી છે. ગુજરાતની વીજ કંપનીની ઓનલાઇન પરીક્ષા ગેરરીતિ થયાનો પર્દાફાશ થયો છે. આ પર્દાફાશ સુરત ક્રાઇમ બ્રાન્ચે કર્યો છે. વીજ કંપનીની ઓનલાઈન પરીક્ષાઓમાં ગેરરીતિ કરનાર ૨ આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે. પોલીસે ઇન્દ્રવદન પરમાર અને ઓવેશ કાપડિયા નામના આરોપીઓની ધરપકડ કરી છે. મળતી માહિતી પ્રમાણે બંને આરોપી ઉમેદવારોનો પહેલેથી જ સંપર્ક કરી લેતા હતા. ઉમેદવાર કોમ્પ્યુટર પર બેસે એટલે જવાબ આપો આપ ક્લિક થતા હતા. આખા ગુજરાતમાં જાળ ફેલાવી હોવાની વાત સામે આવી છે. કોણે કોણે લાભ લીધો તેની તપાસ કરવામાં આવી રહી છે. હજુ તો ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડના તમામ આરોપીઓ ઝડપાયા નથી ત્યાં વધુ એક કૌભાંડ સામે આવતા ચકચાર મચી જવા પામી છે.

Follow Me:

Related Posts