અમરેલી

ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની આઘ્યક્ષતામાં અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી- કાળો દિવસની ઉજવણી

તારીખ ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ દેશ માં કટોકટી લાદી ને કોંગ્રેસ દ્વારા લોકશાહી ખતમ કરવા નું કાર્ય થયું હતું જેમાં માનવ આધિકરો નું હનન, દેશવાસી ઓ પર  અત્યાચાર અને મીડિયા પર સેન્સરશિપ લાદવા જેવા વિવિધ પ્રકાર ના આત્યાચારો ને લીધે દેશ માં ૨૫ જૂન નો દિવસ કાળો દિવસ તરીકે ઓળખાય છે આ સંદર્ભ માં માનનીય રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા જી ના નિર્દેશ અનુસાર અમરેલી જિલ્લા ભાજપ દ્વારા ગુજરાત સરકાર ના પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણી ની અધ્યક્ષતામાં અમરેલી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા કટોકટી- કાળો દિવસ ની ઉજવણી દાદા ભગવાન મંદિર અમરેલી ખાતે કરવા માં આવેલ.

ભારતીય જનતા પાર્ટી રાષ્ટ્ર ની એકતા અને અખંડિતતા તેમજ લોક તંત્ર ની રક્ષા ના સિદ્ધાંતો ને લઇ ને દેશ ની રાજનીતિમાં કાર્યરત રાજકીય પાર્ટી છે ભાજપા ના કાર્યકરો માટે પાર્ટી કરતા દેશ નું હિત હંમેશા મહત્વ નું રહ્યું છે. દેશ ને આતંકવાદ થી મુક્ત કરવા નું આંદોલન હોય, કાશ્મીર ભારત નું અભિન્ન અંગ બની રહે તે માટેની લડાઇ હોય કે સ્વ. શ્રી ઇન્દિરા ગાંધી દ્વારા ૨૫ જૂન ૧૯૭૫ ના રોજ દેશ માં લદાયેલી કટોકટી સામે લોકશાહી રક્ષાનું આંદોલન હોય ભાજપાએ દેશ ના વ્યાપક હિત માં પરિશ્રમશિલ બની સમયે સમયે પોતાની ભૂમિકા ભજવી છે અને દેશહિત માટે કાર્ય કર્યું છે.

આ કાર્યક્રમ માં કટોકટી સમયે મિસાના કાયદા હેઠળ જેલવાસ ભોગવેલ આગેવાન શ્રી ઓ ઉમંગભાઈ છાંટબાર, રામજીભાઈ કાપડિયા,જયપ્રકાશભાઈ રાઠોડ,પ્રફુલભાઈ પંડ્યા નું વિશેષ સન્માન જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવેલ તથા આ આગેવાનો દ્વારા તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા જેલ વાસ દરમિયાન કેવા કેવા પ્રકારના અત્યાચારો ગુજારવા માં આવેલ તેનું હદય કંપાવી નાખે તેવું વર્ણન કરવામાં આવેલ તથા કાર્યક્રમ ના મુખ્ય વક્તા શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કોંગ્રેસ પાર્ટી ઉપર આકરા પ્રહારો કરવા માં આવેલ. તથા કટોકટી સમય માં થયેલ અત્યાચારો, સંઘર્ષો, ભારતીય બંધારણ ને બદલવા ની કુચેસ્ટા, લોકતંત્ર નું ગળું ઘોટવાનું ષડયંત્ર, ભારતીય જનસંધે કટોકટી સામે કરેલા સંઘર્ષો વિશે વિસ્તૃત માહિતી ઓ આપેલ.

આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપના મહામંત્રીશ્રીઓ ભૂપેન્દ્રભાઈ બસિયા, મેહુલભાઈ ધોરાજીયા, પીઠાભાઈ નકુમ, લોકસભા ચૂંટણીના ઇન્ચાર્જ પુનાભાઈ ગજેરા, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખશ્રી દિનેશભાઈ પોપટ , જીલ્લા ભાજપના ઉપપ્રમુખશ્રીઓ રામભાઈ સાનેપરા, રેખાબેન માવદિયા, શરદભાઈ પંડ્યા, જીલ્લા ભાજપ મંત્રીશ્રી રાજુભાઈ ભુવા તથા રંજનબેન ડાભી, જીલ્લા ભાજપ કોષાધ્યક્ષશ્રી દિપકભાઈ વઘાસિયા જીલ્લા પંચાયતના ઉપપ્રમુખશ્રી સુરેશભાઈ પાથર જીલ્લા પંચાયત સમિતિના ચેરમેનશ્રીઓ પ્રવીણભાઈ માંગરોળીયા, ભીખાભાઈ ધોરાજીયા, લાલભાઈ મોર, અમર ડેરીના ચેરમેનશ્રી અશ્વિનભાઈ સાવલિયા, જીલ્લા મોરચાના પ્રમુખશ્રીઓ કેશુભાઈ વાધેલા, રંજનબેન ગોહિલ, ચેતનભાઈ શિયાળ તેમજ જીલ્લા ભાજપના હોદ્દેદારશ્રીઓ,મંડળના હોદ્દેદારશ્રીઓ તેમજ જિલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ તથા ભાજપના કાર્યકર્તાઓ તેમજ વિવિધ સંગઠનના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.

Related Posts