ગુજરાત

ગુજરાત સરકારના મહેસુલી પ્રક્રિયા સરળ બનાવવા વધુ એક મહત્વનો નિર્ણય, 7/12ના ઉતારો ઘર બેઠા કાઢી શકાશે

ગુજરાતના સરકારના મહેસુલ વિભાગ દ્વારા વધુ એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેમાં મહેસૂલી પ્રક્રિયાને સરળ બનાવવા લેવાયો પ્રજાલક્ષી નિર્ણય.આ નિર્ણયથી મહેસુલી કામમાં પડતી વિલંબ હવે દૂર થશે. 

ગુજરાત સરકાર મહેસુલ મંત્રીએ જણાવ્યું હતું કે  હવે નવી – જૂની શરતના ઊભા થતા પ્રશ્નોનું જિલ્લા કક્ષાએ જ નિવારણ થઇ જશે. તાજેતરમાં જ રાજ્ય સરકારના મહેસૂલ વિભાગે 7/12ના ઉતારામાં ધરખમ ફેરફાર કર્યા છે. ખેડૂતોને હવે 7/12ના ઉતારાની નકલ કઢાવવા તાલુકા મથકે જવાની જરૂર નહીં પડે. ખેડૂતો માટે આ રાહતના સમાચાર છે જેનાથી ખેડૂતોની મુશ્કેલી વધુ સરળતાથી હલ થઇ જશે. મહેસૂલ વિભાગના રાષ્ટ્રીય સૂચના વિજ્ઞાન કેન્દ્ર દ્વારા 7/12ના ઉતારાની નકલમાં મોટો ફેરફાર કરાયો છે. 

હવેથી ખેડૂતોને નવી 7/12ની નકલ બારકોડવાળી મળી જશે જેમાં ખેડૂતો બારકોડ સ્કેન કરીને ઘરે બેઠાં જ 7/12 ની નકલ મેળવી શકશે. આ નકલમાં જમીનનો નકશો અને ક્ષેત્રફળનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સરકારના ખેડૂતલક્ષી હકારાત્મક નિર્ણય બાદ હવે ખેડૂતોએ વારંવાર 7/12ના ઉતારાની નકલ કઢાવવા તાલુકા મથકે જવાની જરૂર નહીં પડે.

Related Posts