હાલ સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારી ફેલાઈ છે અને આ મહામારીમાં અનેક લોકોએ પોતાના જિવ ગુમાવ્યા છે જેમાં કોઈએ પોતાના વહાલ સોયા દીકરા, દીકરીઓ ગુમાવ્યા છે તો કોઈએ ભાઈ, બહેન તથા સ્નેહી જનોનાં સાથ ગુમાવ્યા છે. આ મહામારીના કારણે રાજયમાં ઘણા બાળકો નિરાધાર થયા છે જેમા કેટલાક બાળકોએ માતા – પિતા એમ બંને વાલીની છત્રછાયા ગુમાવી છે. જયારે કેટલાક બાળકોએ માતા અથવા પિતા એમ કોઈપણ એકવાલીની છત્રછાયા ગુમાવી છે અને આવા બાળકો આકસ્મિક નિરાધાર થવાથી તેમના ભવિષ્ય અને શિક્ષણનો પ્રશ્નો ઉભા થયા છે
તેને ધ્યાનમાં રાખીને રાજય સરકાર દ્રારા આવા કપરા સમયમાં નિરાધાર થયેલા અને માતા પિતા બંને ગુમાવ્યા હોય તેવા બાળકોની કાળજી, રક્ષણ, શિક્ષણ અને આરોગ્યની ચિંતા કરીને રાજય સરકાર દ્રારા માતા પિતા ગુમાવ્યા હોય અને નિરાધાર થયેલા બાળકો માટે રાજયનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્રારા બાળકોનાં ઉજવળ ભવિષ્ય માટે ” મુખ્યમંત્રી બાળ સેવા યોજના ” ની જાહેરાત કરી છે. જેના થકી માતા પિતા ગુમાવનાર બાળકોને માસિક રૂ.ર૦૦૦ ની સહાય આપવાનો નિર્ણય છે. રાજય સરકારનાં આ હિતકારી નિર્ણયને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા તથા જિલ્લા ભાજપ પરીવાર વતિ આવકારેલ છે.
Recent Comments