fbpx
ગુજરાત

ગુજરાત સરકાર આપશે ડ્રોન ઉડાવવાની તાલીમ, ટૂંક જ સમયમાં શરુ થશે કોર્સ

અનમેન્ડ એરિયલ વ્હીકલ ઈન્ડસ્ટ્રીમાં કારકિર્દી બનાવવા માંગતા લોકોને માર્ગદર્શન અને કૌશલ્ય પૂરું પાડવાના હેતુસર ગુજરાત સરકાર ટૂંક જ સમયમાં ડ્રોન સંચાલનની તાલીમ આપવાની શરુઆત કરી શકે છે. મહત્વના સૂત્રો દ્વારા પ્રાપ્ત જાણકારી અનુસાર, ડ્રોનના ઉપયોગની શૈક્ષણિક અને રિમોટ પાઈલટ ટ્રેનિંગ આપવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ, ગુજરાત સ્ટેટ એવિએશન ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ અને બ્લ્યુ રે એવિએશન લિમિટેડ વચ્ચે ત્રિપક્ષી કરાર થવાની સંભાવના છે.

સૂત્રોએ જણાવ્યું કે, આ કોર્સ ડિપ્લોમા અથવા સર્ટિફિકેટ કોર્સ હશે. વધુમાં જણાવાવમાં આવ્યું કે- રાજ્યના શિક્ષણ વિભાગ, ખ્તેદ્ઘજટ્ઠૈઙ્મ અને બ્લુ રે એવિએશન દરમિયાન તાજેતરમાં એક મુલાકાત ગોઠવાઈ હતી. આ તાલીમ માટે એમઓયુ તૈયાર કરવામાં આવ્યુ હતું અને ટૂંક જ સમયમાં તેના પર અંતિમ ર્નિણય લેવામાં આવી શકે છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ડ્રોનના સંચાલન માટે તાલીમ આપતો એક કોર્સ પૂરો પાડવામાં આવશે અને પાઈલટની ફીલ્ડ ટ્રેનિંગની જવાબદારી બ્લુ રે એવિએશન દ્વારા લેવામાં આવશે.

નોંધનીય છે કો સોમવારના રોજ મિનિસ્ટ્રી ઓફ સિવિલ એવિએશન અને ડિરેક્ટરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન દ્વારા દેશભરની ૧૦ સંસ્થાઓને યુએએસ નિયમો, ૨૦૨૧માં છૂટ આપવામાં આવી છે, જેમાં બ્લૂ રે એવિએશન લિમિટેડનો પણ સમાવેશ થાય છે. આ છૂટ એક વર્ષ માટે આપવામાં આવી છે. રાજ્યના સિવિલ એવિએશન ડિપાર્ટમેન્ટના પ્રમુખ અજય ચૌહણ જણાવે છે કે, ડ્રોન તાલીમ માટેની સંસ્થાઓમાં બ્લૂ રે એવિએશન પ્રથમ ક્રમાંકે છે માટે ય્ેદ્ઘજટ્ઠૈઙ્મના ગુજરાતમાં ડ્રોનની તાલીમ પૂરી પાડવાના પ્રયાસો ટૂંક જ સમયમાં સફળ સાબિત થશે. આ તાલીમની મદદથી ગુજરાતના યુવાનોને પ્રોત્સાહન મળશે અને ખેતી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ખનન વગેરે ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.

Follow Me:

Related Posts