fbpx
રાષ્ટ્રીય

ગુજરાત સરકાર નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ પાછુ લઇ ભૂલ સુધારેઃ સુબ્રમણ્યમ્‌ સ્વામી

ગુજરાતના અમદાવાદમાં આવેલા દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ ‘મોટેરાનું નામ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ કરવાના સરકારના ર્નિણય અંગે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ વાંધો ઉઠાવ્યો છે. સ્વામીએ સલાહ આપતાં કહ્યું હતું કે ગુજરાતની સરકારે નરેન્દ્ર મોદીનું નામ પાછું લઈ લેવું જાેઈએ અને કહેવું જાેઈએ કે આવું કરતાં પહેલાં અમે તેમની સલાહ નહોતી લીધી.

સુબ્રહ્મણ્યમ સ્વામીએ ટ્‌વીટ કરીને લખ્યું છે કે ગુજરાતના એક જમાઈના રૂપમાં રાજ્યના ઘણા લોકોએ મને સ્ટેડિયમથી સરદાર પટેલનું નામ હટાવવા અંગેની વાત જણાવી હતી. મારું સૂચન એટલું છે કે ગુજરાત સરકારે ભૂલ સુધારવી જાેઈએ અને નરેન્દ્ર મોદીનું નામ પાછું લેવું જાેઈએ. આવું કરતાં તેમણે કહેવું જાેઈએ કે નામ બદલતી વખતે મોદી પાસેથી સલાહ નહોતી લીધી; એટલા માટે એને પાછું લઈ રહ્યા છીએ. આવું પહેલી વખત નથી બન્યું, જ્યારે સ્ટેડિયમ પર સુબ્રહ્મણ્યમ સ્વામીએ આવું કોઈ નિવેદન આપ્યું છે.

આ પહેલાં સ્વામીએ નામ બદલવા અંગે કટાક્ષ પણ કર્યો હતો. સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમને માત્ર મોટેરા સ્ટેડિયમ કહેવા અંગે તેમણે કહ્યું હતું કે આવું કહેવું ખોટું છે. તેમણે ટ્‌વીટ કર્યું છે કે જ્યારે કોઈ આવું કહે છે કે મોદી સ્ટેડિયમનું પૂરું નામ મોટેરા સ્ટેડિયમ હતું તો ખોટું બોલે છે. શું સરદાર પટેલ સ્ટેડિયમનું નામ ન હતું? મળતી માહિતી પ્રમાણે, ટીકાઓ અંગે ઘણી વખત સમાચારોમાં રહેતા સુબ્રહ્મણ્યમ સ્વામી છેલ્લાં ઘણાં વર્ષોથી ભાજપના નેતૃત્વથી નારાજ છે.

Follow Me:

Related Posts