ગુજરાત

ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત વર્ષાત્રિવેણી કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત ‘વરસાદ ભીંજવે’ કાર્યક્રમમાં વરસાદ વિશે વક્તવ્ય, કાવ્યગાન અને કાવ્યપાઠનો ત્રિવેણી સંગમ એચ. કે. કૉલેજ અમદાવાદ ખાતે યોજાયો હતો.  સુપ્રસિદ્ધ કવિ ડૉ. હર્ષદેવ માધવ લિખિત અને અશોક ચાવડ સંપાદિત વરસાદી કાવ્યોનો સંગ્રહ ‘પોતપોતાની તરસ’ પુસ્તકનું વિમોચન થયું હતું. જાણીતા ગઝલકાર પારસ પટેલ, રમેશ ચૌહાણ, જિગર ઠક્કર, મનીષ પાઠકે  વરસાદી ગઝલ રજૂ કરીને દાદ મેળવી હતી.

                                 ‘વરસાદના વહાલ અને વરસાદમાં વહાલ’ વિશે વક્તવ્ય આપતા  દિલ્લી સાહિત્ય અકાદમી-ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાએ જણાવ્યું કે ‘જેને વરસાદ ન ગમતો હોય એનો કદી ભરોસો ન કરવો’. બ્રહ્મચારી વાડી ટ્રસ્ટના ઉપપ્રમુખ સુભાષ બ્રહ્મભટ્ટ અને જાણીતા શિક્ષણવિદ જયેન્દ્રસિંહ જાદવે શુભેચ્છા પાઠવી હતી. ગાયિકા માયા દીપક અને ડૉ. કૃતિ મેઘનાથીએ વરસાદી ગીતો રજૂ કર્યા હતા. સંગીત જીગ્નેશ રાવ અને સંચાલન હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું.  

Related Posts