fbpx
ભાવનગર

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા રક્ષા શુક્લના પુસ્તકનું વિમોચન  

રક્ષા શુક્લના પુસ્તક ‘તેજસ્વિની’નું વિમોચન કરતા પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાએ જણાવ્યું કે ‘ ગુજરાત સાહિત્ય અકાદમી પ્રકાશિત આ પુસ્તક દરેક મહિલાએ વાંચવું રહ્યું.’ સુપ્રસિદ્ધ RJ દેવકીએ કહ્યું કે ‘મન મૂંઝાય ત્યારે ‘તેજસ્વિની’ પુસ્તક એક નવી પ્રેરણા પૂરી પાડે છે.’ જાણીતા શિક્ષણવિદ ડૉ. જયેન્દ્રસિંહ જાદવે શૂન્યથી શિખર સુધી પહોંચેલી નારીઓની ગાથા રજૂ કરી હતી. જાણીતા ગાયિકા માયા દીપકે નારીવંદનાનું ગાન કર્યું હતું.

ગુજરાત સાહિત્ય અકાદમી આયોજિત તા. ૮ માર્ચના રોજ મેડિકલ હોલ ખાતે નારીગૌરવનો એક વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો હતો. કવયિત્રીસંમેલનમાં ગોપાલી બુચ, લક્ષ્મી ડોબરિયા, મીનાક્ષી ચંદારાણા, દિવ્યા મોદી, સ્નેહલ નિમાવત, જિગીષા રાજે કાવ્યપાઠ કર્યો હતો.

Follow Me:

Related Posts