ભાવનગર

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ભાવનગરના હરદ્વાર ગોસ્વામીના ગઝલસંગ્રહનું વિમોચન

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા વિશ્વકવિતા દિનની પૂર્વ સંધ્યાએ તા. ૨૦-3-૨૦૨૨, રવિવાર સાંજે ૫.૦૦ કલાકે એચ. કે. કૉલેજ સભાગૃહમાં કવિતાના વિવિધ આયામો વ્યક્ત કરતા કાર્યક્રમનું આયોજન થયું છે.  પદ્મશ્રી વિષ્ણુ પંડ્યાના વરદ હસ્તે તળાજા(ભાવનગર)ના સુખ્યાત શાયર હરદ્વાર ગોસ્વામીના ગઝલસંગ્રહ ‘લખચોરાશી લાગણી’નું વિમોચન થશે.

સર્વશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, વિનોદ જોશી, તુષાર શુક્લ, કાજલ ઓઝા-વૈદ્ય, અંકિત ત્રિવેદી, સૌમ્ય જોશી, પ્રણવ પંડ્યા, રમેશ ચૌહાણ અને રક્ષા શુક્લ કાવ્યપાઠ કરશે. અતિથિવિશેષ મહામાત્ર ડૉ. જયેન્દ્રસિંહ જાદવ રહેશે. સંચાલન તેજસ મજમુદાર કરશે. કવિતાના પુસ્તકનું પ્રદર્શન અને કાવ્યકળા વિશેના વ્યાખ્યાન પણ યોજાશે. સાથે સાથે હિન્દી સાહિત્ય અકાદમીના વર્ષ ૨૦૧૮-૧૯નાં અને સિંધી સાહિત્ય અકાદમીના વર્ષ ૨૦૧૯-૨૦૨૦નાં શ્રેષ્ઠ પુસ્તક પારિતોષિક અર્પણ થશે. સાહિત્યરસિકોને જાહેર નિમંત્રણ છે.  

Related Posts