સૌરાષ્ટ - કચ્છ

ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટ આયોજિત કડીવાર હોસ્પિટલનો વિના મૂલ્યે મેડિકલ કેમ્પ માઉન્ટેન્ટ મસ્જિદ રાજકોટ ખાતે યોજાયો

રાજકોટ ગુજરાત સિપાઈ સમાજ ટ્રસ્ટ આયોજિત કડીવાર મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ રાજકોટ ના સહયોગ થી માઉન્ટેન મસ્જિદ હોલ રાજકોટ ખાતે સંપૂર્ણ વિના મૂલ્યે મેડિકલ કેમ્પ યોજાયો આ કેમ્પ માં તમામ જટિલ રોગ ના નિષ્ણાંત તબીબો ડો મયુર શુક્લ જનરલ સર્જન  ડો રાજન કામદાર બાળ રોગ નિષ્ણાંત ડો ધવલ અજમેરા ડો મોહસીન લુલાણીયા ડો ઉમંગ શુકલા ડો મતીન લાખાણી ડો મોઇન પટ્ટણી ડો બિપીન કાનાણી ડો મુસ્તાક કાદરી ડો અબ્દુલ લકાદીર જાદવ ડો સમિલ ચૌહાણ ડો અવેશ ચૌહાણ  સહિત મેડિકલ સ્ટાફ ની સુંદર સેવા એથી આ સેવાયજ્ઞ ગુજરાત સિપાઈ ટ્રસ્ટ ટ્રસ્ટી ઓ સ્વંયમ સેવી યુવાનો ના સંકલન થી સંપૂર્ણ વિના મૂલ્યે  ડો આર. જે. કડીવાર મલ્ટીસ્પેશ્યલિસ્ટ હોસ્પિટલ ના ડાયરેકટર શ્રી  ના માર્ગદર્શન હેઠળ જરૂરિયાત મંદ દર્દી ઓને સંપૂર્ણ દવા ઓ પણ મફત આપવા માં આવેલ સેવાયજ્ઞ ને સફળ બનાવતા અગ્રણી આસીફભાઈ સિપાઈ. મુસર્રફભાઈ મોગલ.ઇરફાનભાઈ મોગલ. પરવેજભાઈ કુરેશી.  હુસૈનભાઈ શેખ.હનીફભાઈ મોગલ.સહિત અનેકો યુવાનો એ ખડેપગે સેવા આપી હતી ગરીબ ગુરબા શ્રમિક દર્દી નારાયણો માટે આશીર્વાદ રૂપ આ કેમ્પ માં જટિલ રોગ અને અતિ મોંઘી તપાસ સારવાર અતિ અદ્યતન ટેક્નિસેવી તબીબો મારફતે સંપૂર્ણ ફ્રી કરી આપી માનવતા નું ઉમદા ઉદરણ પૂરું પાડ્યું  હતું  આ સેવાયજ્ઞ માં શહેરી અને અનેકો ગ્રામ્ય વિસ્તારો માંથી આવેલ જરૂરિયાત મંદ દર્દી નારાયણો લાભ મેળવ્યો હતો સ્વંયમ સેવકો ના સંકલન થી ભવ્ય રીતે આ મેડિકલ કેમ્પ સપન્ન થયો હતો ગુજરાત સરકાર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ ની ગાઈડ લાઇન થી ફરજીયાત માસ્ક સોશ્યલ ડિસ્ટન્ટ સેનીટાઇઝ જેવી બાબતો ના ચુસ્ત પાલન સાથે રાજકોટ શહેર માં તા૧૪/૩/૨૧ ના રોજ સવાર ના ૯-૦૦ થી બપોર ના ૧૨-૦૦ કલાક સુધી આ સેવા યજ્ઞ સેવારત રહ્યો હતો

Related Posts