ગુજરાત

ગુજરાત હાઇકોર્ટમાં ગીર સોમનાથમાં ડીમોલેશનનો મામલો આપશે ચુકાદો

ગુજરાત હાઈકોર્ટમાં આજે ગીર સોમનાથ ડીમોલેશન મામલે ચુકાદો આવી શકે છે. હાઈકોર્ટમાં ગીર સોમનાથ ડીમોલેશનન મામલાની સુનાવણીમાં બંને પક્ષની દલીલો પૂર્ણ થઈ ગઈ છે. જમીઅતે ઉલમાય હિન્દ ગુજરાતના જનરલ સેક્રેટરી નિસાર અહેમદ અંસારીએ ગેરકાયદેસર ડીમોલેશન થયું હોવાને લઈને હાઈકોર્ટમાં અરજી કરી હતી. જ્યારે આ અરજદારના જવાબરૂપે સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ ડીમોલેશન કર્યું હોવાની રજુઆત કરી હતી.

બન્ને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. આજે ગુજરાત હાઇકોર્ટમાં આ મામલે ચુકાદો આવી શકે છે. રાજ્યમાં હાલ ગેરકાયદેસર દબાણોને લઈને દાદાનું બુલડોઝર ચાલી રહ્યું છે. આ કામગીરીના ભાગરૂપે ગીર સોમનાથમાં પણ દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. પ્રાપ્ત માહિતી મુજબ આ જમીનની હાલની કિમંત અંદાજે ૩૨૦ કરોડ હોવાનું મનાય છે. સોમનાથ મંદિર પાસેની જમીન પરના ગેરકાયદેસર દબાણો દૂર કરાતા જમીયત ઉલેમા હિન્દ ગુજરાતના મહાસચિવ નિસાર અહેમદ અન્સારી હાઈકોર્ટમાં અપીલ દાખલ કરી. નિસાર અહેમ અન્સારીએ સરકારની કામગીરી સામે રોષ ઠાલવતા કહ્યું કે સરકારે કાયદા વિરુદ્ધ કામ કર્યું છે.

Related Posts