fbpx
ગુજરાત

ગુજરાત હાઇકોર્ટે ગોધરા નગરપાલિકાના ચીફ ઓફિસરને તિરસ્કારની નોટિસ ફટકારતાં, રૂબરૂ હાજર રહેવા આદેશ કર્યો

ગોધરામાં કબ્રસ્તાનની જગ્યા પર ફાયર સ્ટેશન બનાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે ત્યારે નગરપાલિકાના ચીફ ઓફિસરને ગુજરાત હાઈકોર્ટના તિરસ્કારની નોટિસ ફટકારીને રૂબરૂ હાજર રહેવા આદેશ કરવામાં આવ્યો છે. હાઇકોર્ટમાં કેસ પડતર હોવા છતાં, ચીફ ઓફિસરે વર્ક ઓર્ડર કઈ રીતે ઈશ્યુ કર્યો તેવો સવાલ હાઇકોર્ટે કર્યો છે. કેસ સંબંધિત નોટિસ મળ્યા બાદ પણ ન્યાયાધીન પ્રક્રિયામાં અડચણ ઊભી કરનાર અધિકારી સામે કાર્યવાહી જરૂરી હોવાનું હાઈકોર્ટે ઠરાવ્યું હતું. આ કેસ બાબતે હાઇકોર્ટ દ્વારા ૧૩ ઓગસ્ટ ના રોજ આગામી સુનાવણી નિયત કરવામાં આવી છે.

Follow Me:

Related Posts