ગુજરાત હાઈકોર્ટનું અવલોકન, શ્વાનના ત્રાસને ડામવાની કોર્પોરેશનની જવાબદારી
અમદાવાદ સહિત આખા ગુજરાતમાં રખડતા શ્વાનનો ત્રાસ છે. રખડતા શ્વાનના કારણે અનેક અકસ્માતો અને કરડવાની ફરિયાદી સામે આવ્યા છે. તેની નોંધ ગુજરાત હાઈકોર્ટે પણ લીધી છે. આજરોજ શ્વાનના ત્રાસ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમા કોર્ટે રખડતા શ્વાનના ત્રાસને ડામવાની પ્રાથમિક જવાબદારી કોર્પોરેશનની છે તેવું અવલોકન કર્યું છે. આગામી સુનાવણી ૧૭મી એપ્રિલના રોજ સુનાવણી હાથ ધરાશે. ત્યારે સુરતમાં ૬ મહિના પહેલા શ્વાને એક બાળકીને કરડ્યું હતું.
ત્યારે તેનું હડકાયા કૂતરાં લાળનો ચેપ લાગવાથી આજે મોત થયું હતું. વર્ષ ૨૦૨૦માં વકીલ કીર્તિકુમાર ભટ્ટ દ્વારા એક પીઆઈએલ કરાઈ હતી. જેમાં નાગરિકોની સુરક્ષા કરવી પોલીસ તંત્રની ફરજ છે અને તેના આધારે વધતા જાેખમને રોકવા માટે પોલીસ કાર્યવાહીની માગ કરી હતી. તેના પર ગુજરાત હાઈકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એ.જે.દેસાઈએ જણાવ્યું હતું કે, રખડતા શ્વાનોના ત્રાસને કારણે ઘણા નાગરિકો માટે મોર્નિંગ વોક પર જવું પણ મુશ્કેલ બની રહ્યું છે. વકીલ કીર્તિકુમાર ભટ્ટે ૨૦૨૦માં પીઆઈએલ દાખલ કરી હતી.
તેને ત્રણ વર્ષ વીતી ગયા છે, છતાંય ર્નિણય હજી પેન્ડિંગ છે. આ મામલો સુપ્રીમ કોર્ટ સમક્ષ જ પેન્ડિંગ છે, અને સુપ્રીમે જ હાઈકોર્ટને આ મામલે નિર્દેશો આપવા પર રોક લગાવી છે. ગુજરાત હાઈકોર્ટમાં રખડતા શ્વાનના ત્રાસ મુદ્દે અરજી કરવામાં આવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે, માત્ર અમદાવાદ શહેરમાં જ વર્ષે ૬૦ હજારથી વધુ લોકો રખડતા શ્વાનના ત્રાસનો ભોગ બને છે. દર વર્ષે હજારો લોકોને શ્વાન કરડતા હોવાની ફરિયાદો હોય છે. લોકોના રક્ષણની જવાબદારી પોલીસ તેમજ સરકારની છે.
અરજીમાં અરજદારે રજૂઆત કરી છે કે, અમદાવાદ કોર્પોરેશન દ્વારા શ્વાનના રસીકરણનો કાર્યક્રમ થાય છે, તે ફક્ત આંખો પર ધૂળ નાખવા સમાન છે. રખડતા શ્વાનના ત્રાસની નોંધ ગુજરાત હાઈકોર્ટે પણ લીધી હતી. આ મામલે આજરોજ હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. ત્યારે હાઈકોર્ટે અવલોન કર્યું કે, રખડતા શ્વાનના ત્રાસને ડામવાની પ્રાથમિક જવાબદારી કોર્પોરેશનની છે. આગામી સુનાવણી ૧૭ એપ્રિલના રોજ હાથ ધરાશે. પાલનપુરમાં છેલ્લા કેટલાક દિવસોથી શ્વાનનો ભારે આંતક જાેવા મળી રહ્ય છે.
થોડા દિવસ પહેલા ખજાેદમાં ત્રણ શ્વાન દ્વારા કરાયેલા હુમલામાં માસુમ બાળકીનું મોત થયું હતું, ત્યારે ૬ મહિના પહેલા શ્વાનના લાળના કારણે સંપર્કમાં આવેલ સાડા પાંચ વર્ષની માસુમ બાળકીને હડકવાના લક્ષણો દેખાયા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. સુરતમાં પણ હડકાયેલા કુતરાઓ સતત ફરતા રહે છે. ઘણી વખત ખસીકરણ થઈ ગયા બાદ જે તે વિસ્તારમાં કૂતરાઓને ફરીથી છોડી દેવામાં આવે છે. હડકાયેલા કૂતરા કોઈના પણ જાે સામે જાેખમ ઊભું કરી શકે છે.
Recent Comments