ગુજરાત હાઈકોર્ટમાં ‘કોર્ટ ફી’ લેવાની પ્રક્રિયા ઓનલાઇન થશે
હાઈકોર્ટના એક્ટિંગ ચીફ જસ્ટિસે એવો સંકેત આપ્યો હતો કે, ટૂંક સમયમાં ‘કોર્ટ ફી’ ચુકવવા માટેની ઓનલાઈન સુવિધા શરુ કરવામાં આવશે. મહત્વનું છે કે, કેટલાક વકીલ દ્વારા કોર્ટ ફી ચુકવવા માટે સંબંધિત વિભાગ સમક્ષ ગયા હતા. જાે કે, તે સ્વીકારાઈ ન હતી. જેથી, વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી.હાઈકોર્ટમાં અરજી કરવા માટે લેવામાં આવતી ફી એટલે ‘કોર્ટ ફી’, જે દરેક વકીલ દ્વારા અરજી કર્યા બાદ ચુકવવામાં આવતી હોય છે. કોરોના મહામારીના લીધે, હાઈકોર્ટમાં આ ‘કોર્ટ ફી’ લેવાનુ બંધ કરાયેલું. જે મુદ્દે, હાઈકોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે, આ ‘કોર્ટ ફી ‘ લેવાનુ ચાલુ કરાવો.
Recent Comments