fbpx
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટમાં પેપરલેસ ઈ-સેવા કેન્દ્ર શરૂ કરવાનો ર્નિણય

ગુજરાત હાઈકોર્ટે આજે એક મહત્વનો ર્નિણય લીધો છે. જે અંતર્ગત હાઈકોર્ટમાં પેપરલેસ ઈ-સેવા કેન્દ્ર શરૂ કરવામાં આવશે. જેના કારણે અરજદારો, વકીલો અને પક્ષકારોના સમયનો બચાવ થશે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ગુજરાત હાઈકોર્ટમાં પેપરલેસ ઈ-સેવા કેન્દ્ર શરૂ થવાથી કોઈપણ ડૉક્યુમેન્ટ જમા કરાવવા માટે હાઈકોર્ટ સુધી લાંબા નહીં થવું પડે. આ સેવા થકી ‘માય કેસ સ્ટેટસ’ મારફતે કોર્ટમાં જમા કરાવવા પડતાં ડોક્યુમેન્ટ સરળતાથી સબમીટ થઈ જશે.

પેપરલેસ ઈ-સેવા કેન્દ્ર શરૂ થઈ જવાથી ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવા, કેસની તારીખ જાણવા તેમને કેસનું સ્ટેટસ સહિતની વિગતો સાઈટ પરથી જ મળી રહેશે. ‘માય કેસ સ્ટેટસ’ પર મેઈલ કરવાથી કેસની વિગતો અને અરજી કરવી સરળ બનશે. આટલું જ નહીં, ગ્રામ્ય વિસ્તારોમાંથી આવતા લોકો માટે ઈ-સેવા કેન્દ્ર આશીર્વાદરૂપ બનશે.

Follow Me:

Related Posts