ગુજરાત

ગુજરાત ATSની મુંબઈમાં રેડ, ડ્રગ્સ કેસના ફરાર આરોપી ૮૦૦ કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયા

ગુજરાત છ્‌જી દ્વારા થોડા દિવસ પહેલા સુરતના પલસાણા તાલુકામાં કારેલી ગામની એક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો. આ ફેકટરી માંથી સ્ડ્ઢ ડ્રગ્સ મોટી માત્રામાં મળી આવ્યું હતું. જેની તપાસમાં વધુ બે આરોપીના નામ સામે આવ્યા હતા જેના પકડવાના બાકી હતાં. આરોપીઓની શોધખોળ કરતા ગુજરાત છ્‌જીને આરોપીઓ દ્વારા મુંબઈમાં એમડી ડ્રગ્સ બનાવતા હોવાનું જાણવા મળ્યું હતું, જેના આધારે પોલીસે મુંબઈથી બે આરોપીની ધરપકડ કરી ૮૦૦ કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું છે. ગુજરાત છ્‌જી દ્વારા ગત તારીખ ૧૮ જુલાઈના રોજ સુરતના પલસાણા તાલુકાના કારેલી ગામમાં એક ફેક્ટરીમાં દરોડો પાડવામાં આવ્યો હતો

જ્યાંથી ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સ બનતું હોવાનું સામે આવ્યું હતું. છ્‌જી દ્વારા ફેક્ટરી માંથી ચાર કિલો મેફેડ્રોન અને ૩૧.૪૦૯ કિલો લિક્વિડ મેફેડ્રોન મળી કુલ ૫૧ કરોડથી વધુનો મુદ્દામાલ પકડી પાડ્યો હતો. ફેક્ટરીમાં ડ્રગ્સ બનાવતા ત્રણ આરોપીઓની પણ ધરપકડ કરવામાં આવી હતી. જેની પૂછપરછમાં સામે આવ્યું કે આ સમગ્ર કેસમાં મોહમ્મદ યુનુસ ઉર્ફે એજાજ અને મોહમ્મદ આદિલ પણ સામેલ હતા, જેથી ગુજરાતી એટીએસ બંને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. જેની તપાસમાં ગુજરાત છ્‌જી ને માહિતી મળી હતી કે મુંબઈના ચીંચબંદર વિસ્તારમાં મોહંમદ યુનુસ તેનો ભાઈ મોહમ્મદ આદિલ ભિવંડી વિસ્તારમાં એક ફ્લેટમાં એમડી ડ્રગ્સ બનાવી રહ્યા છે.

જે માહિતીનાં આધારે ગુજરાત છ્‌જી એ મુંબઈમાં દરોડો પાડી બંને ભાઈઓની ધરપકડ કરી છે. ગુજરાત છ્‌જી દ્વારા માહિતીના આધારે મુંબઈના ભિવંડી વિસ્તારના નદી નાકા પાસે આવેલા ફ્લેટમાં દરોડા પાડ્યા હતા. જ્યાં એમડી ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયા ચાલુ હાલતમાં મળી આવી હતી. ફ્લેટ માંથી ૧૦.૯૬૯ કિલોગ્રામ સેમી લિક્વિડ એમડી અને અલગ અલગ બેરલોમાં ભરેલું ૭૮૨.૨૩૬ કિલોગ્રામ લિક્વિડ ફોર્મમાં એમડી મળી આવ્યું હતું. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં ૮૦૦ કરોડ રૂપિયા જેટલી થાય છે.

આ ઉપરાંત સમગ્ર ડ્રગ્સ બનાવવાની પ્રક્રિયામાં ઉપયોગમાં લેવાતું ગ્રાઈન્ડર, મોટર, ગ્લાસ ફ્લાસ્ક, હીટર સહિતની વસ્તુઓ પણ મળી આવતા સમગ્ર મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે તેમજ ગેરકાયદેસર રીતે ડ્રગ્સ બનાવતા મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલની ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત છ્‌જી દ્વારા પકડેલા બંને આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું કે મહંમદ યુનુસ ઉર્ફે એજાજ દુબઈ માંથી ગોલ્ડ અને ઇલેક્ટ્રોનિક આઈટમ્સનાં સમગ્લિંગ પ્રવૃત્તિ સાથે જાેડાયેલો છે. મોહંમદ યુનુસને દુબઈમાં એક વ્યક્તિ મળ્યો હતો

જેની સાથે મળીને મોહમ્મદ યુનુસ અને મોહંમદ આદિલે ગેરકાયદેસર રીતે એમડી ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા અને તેનું મોટા પ્રમાણમાં વેચાણ પણ કરતા હતા. બંને ભાઈઓએ એમડી ડ્રગ્સ તૈયાર કરવા માટે છેલ્લા ૮ થી ૯ મહિનાથી ભિવંડી વિસ્તારમાં ફ્લેટ ભાડે રાખ્યો હતો. આ વિસ્તારમાં લોકોની અવર-જવર ઓછી હોવાથી ત્યાં તેને ફ્લેટ ભાડે રાખ્યો હતો અને એમડી ડ્રગ્સ તૈયાર કરતા હતા. ડ્રગ્સ તૈયાર કરવા માટે રો મટીરીયલ, સાધન સામગ્રી એકઠી કરી કેમિકલ પ્રોસેસ પણ કરવામાં આવી રહી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવી છે કે મોહમ્મદ યુનુસ અને મોહમ્મદ આદિલ સાથે ડ્રગ્સ બનાવવાના કેસમાં દુબઈનો એક વ્યક્તિ તો સંડોવાયેલો છે ઉપરાંત સાદીક નામનો વ્યક્તિ પણ સામેલ છે જે પોલીસ પકડથી દૂર છે. જાેકે હવે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે કે પકડાયેલા બંને ભાઈઓ કેટલા સમયથી ડ્રગ્સ બનાવતા હતા અને તેણે બનાવેલું ડ્રગ્સ કઈ કઈ જગ્યા ઉપર વેચાણ કરતા હતા, તેમજ દુબઈના વ્યક્તિ સાથે કઈ પ્રમાણેની ડીલ થઈ હતી તેને લઈને પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Follow Me:

Related Posts