ગુજ. આરોગ્ય વિભાગનો મોટો ર્નિણયઃ દરેક જિલ્લામાંથી મળી શકશે મ્યુકરના ઈન્જેક્શન
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરના પ્રકોપ વચ્ચે મ્યુકોરમાઈકોસિસના કેસોમાં વધારો થયો છે. અને મ્યૂકરમાઈકોસિસના ઈન્જેક્શનની અછત વર્તાઈ છે. તેવામાં હવે સરકાર દ્વારા મોટો ર્નિણય કરવામાં આવ્યો છે. જેમાં હવે રાજ્યના દરેક જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના ઈન્જેક્શન મળશે. આ માટે ગુજરાતના ૩૩ જિલ્લાની સરકારી હોસ્પિટલોને સત્તા આપવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના બાદ મ્યુકરમાઈકોસિસની બીમારીએ હાહાકાર મચાવ્યો છે. મ્યુકરમાઈકોસિસના કારણે અનેક લોકોનાં મોત નિપજ્યા છે. તો આંખ સહિતના અંગો કાઢી નાખવાની નોબત આવી છે. તેવામાં મ્યુકરમાઈકોસિસના કેસો વધતાં તેની સારવાર માટેના ઈન્જેક્શનની માગમાં ધરખમ ઉછાળો આવ્યો છે. અને તેને કારણે ડિમાન્ટ વધતાં ઈન્જેક્શનની અછત વર્તાઈ છે.
તેવામાં સરકાર દ્વારા મોટો ર્નિણય લેવામાં આવતાં હવે રાજ્યના દરેક જિલ્લામાં મ્યુકરમાઈકોસિસના ઈન્જેક્શન મળી શકશે. અને આ માટે રાજ્યના ૩૩ જિલ્લાની સરકારી હોસ્પિટલોને સત્તા આપવામાં આવી છે. સરકારી હોસ્પિટલોને કેન્દ્રના પોર્ટલ પર દાખલ વિગતના આધારે મ્યુકરમાઈકોસિસના ઈન્જેક્શન મળશે, તેમ જ ખાનગી હોસ્પિટલ જે – તે જિલ્લાની સરકારી હોસ્પિટલમાંથી મ્યુકરમાઈકોસિસના ઈન્જેક્શન મેળવી શકશે.
Recent Comments