અમરેલી

ગુડફ્રાઈડેના રોજ સાવરકુંડલા નગરપાલિકા દ્વારા સંચાલિત સ્મશાનમાં સાવર વિભાગના સ્મશાન માંટે લાકડાંનું દાન મળ્યું 

સાવરકુંડલા શહેર ભાજપ પ્રમુખ પ્રવીણભાઈ સાવજ અને બીપીનભાઈ કાબરીયા બન્નેની માલીકીની જમીનમાંથી બે ટ્રેકટર લાકડાં સ્મશાન માટે દાન આપવાની જાણ નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણી અને નગરપાલિકાના વોર્ડ નંબર ત્રણના સદસ્ય કમલેશભાઇ રાનેરા ને કરતા આ લાકડાં જેસીબી અને, ટ્રેકટરો દ્વારા સ્મશાનમાં પહોંચાડી દીધેલ તેમજ જેસર રોડ ઉપર આવેલ હરેશભાઈ પોપટભાઈ પાંચાણીની વાડીમાંથી પણ બીજાં બે ટ્રેકટર લાકડાંનું  દાન  સાવર સ્મશાન માટે મળ્યું હતુ.

એમ  કુલ ચાર ટ્રેકટર લાકડાં સ્મશાનમાં લાકડાંનું દાન આવેલ છે  એટલે ગુડફ્રાઈડે ખરેખર ગુડ રહ્યો. સેવા અને સદભાવના મહેંકી ઉઠી તે બદલ સાવરકુંડલા નગરપાલિકાના તમામ સદસ્યો દાતાશ્રીઓનો આભાર વ્યક્ત કરે છે તેમ સાવરકુંડલા નગરપાલિકાના ઉપપ્રમુખ જયસુખભાઇ નાકરાણીની યાદીમાં જણાવાયું હતું. આમ તો સ્મશાન એક એવું સ્થાન છે જ્યાં એક દિવસ દરેકે જવાનું હોય છે. એટલે અહીં આપેલું દાન પણ સો ટકા લેખે લાગે એ વાત પણ સ્પષ્ટ છે.

Related Posts