આજ રોજ ગુરુકુળ વિવિધલક્ષી હાઈસ્કુલ સોનગઢ ખાતે 16 ફેબ્રુઆરી ૨૦૨૩ ના રોજ માતૃ વંદન અને પિતૃ વંદનનો કાર્યક્રમ યોજાઈ ગયો. આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના માતા પિતાનું પૂજન કરી આરતી ઉતારી અને મો મીઠું કરાવ્યું હતું. તથા માતા પિતાના ચરણ સ્પષ્ટ કરી આશીર્વાદ લીધા હતા. આ પ્રસંગે ગુરુકુળના મુખ્યાધિષ્ઠાતા શ્રી ડો જયદીપસિંહ બી. ચૌહાણ તથા આચાર્યશ્રી ભાદરકા ગુરુજીએ માતૃ પિતૃ વંદનનું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે અન્ય ડે ઉજવણી કરવાની બદલે ભારતીય સંસ્કૃતિ મુજબ સૌથી ઊંચો પ્રેમ માતા- પિતાનો છે એ બાબત બાળકોને સમજાવવામાં આવી હતી. શાળામાં કાર્યક્રમને સફળ બનાવવા શાળા શિક્ષક સ્ટાફે પણ જહેમત ઉઠાવી હતી. બાળકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળ્યો હતો. સફળતાપૂર્વ કાર્યક્રમ પૂર્ણ થયો હતો
ગુરુકુળ વિવિધલક્ષી હાઈસ્કુલ સોનગઢ ખાતે માતૃ વંદન અને પિતૃ વંદનનો કાર્યક્રમ યોજાઈ

Recent Comments