ગુરુગ્રામમાં સિક્યુરીટી ગાર્ડ સાથે મારપીટનો મામલો
અગાઉ નોઈડાથી સિક્યોરિટી ગાર્ડને મારવાનો મામલો સામે આવ્યો હતો, હવે ગુરુગ્રામમાં સિક્યોરિટી ગાર્ડ સાથે મારપીટ કરવાનો મામલો સામે આવ્યો છે. શહેરની નિર્વાણા કંટ્રી સોસાયટીમાં લિફ્ટ અટકી જતા એક વ્યક્તિ થોડા સમય માટે લિફ્ટમાં ફસાઈ ગયો હતો. લિફ્ટ ફરી ચાલુ થતા તે વ્યક્તિ લિફ્ટમાંથી બહાર આવીને સિક્યોરિટી ગાર્ડને એક પછી એક થપ્પડ મારવા લાગ્યો હતો. આ વ્યક્તિનું નામ વરુણ નાથ છે. મારપીટની આ ઘટના ઝ્રઝ્ર્ફમાં કેદ થઈ ગઈ છે. વરુણ નાથે સિક્યોરિટી ગાર્ડ પર આરોપ મુક્યો હતો કે, જ્યારે તે લિફ્ટમાં ફસાઈ ગયો ત્યારે સિક્યોરિટી ગાર્ડ મોડો આવ્યો હતો. વરુણ નાથ આ વાત પર ભડકી ગયો હતો અને સિક્યોરિટી ગાર્ડ અશોકની પિટાઈ કરી હતી.
આ ઘટનાના વિરોધમાં સિક્યોરિટી ગાર્ડે પ્રદર્શન કર્યું હતું અને આરોપીની ધરપકડ કરવાની માંગ કરી છે. આ ઘટનાનો વિડીયો વાયરલ થયા બાદ પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. અગાઉ નોઈડામાં પણ એક મહિલાએ સોસાયટીના ગાર્ડ સાથે અભદ્ર વર્તન કર્યું હતું અને સિક્યોરિટી ગાર્ડ સાથે મારપીટ કરી હતી. આ ઘટના રવિવારના રોજ બની છે. નિર્વાણા કંટ્રીના ધ ક્લાસ એનમાં રહેતો વરુણ લિફ્ટમાં નીચે આવી રહ્યો હતો. લિફ્ટમાં ટેકનિકલ ખામી હોવાને કારણે લિફ્ટનો દરવાજાે ખુલતો નહોતો. લિફ્ટમાં ફસાયેલ વ્યક્તિએ સિક્યોરિટી ગાર્ડને કોલ કર્યો. સિક્યોરિટી ગાર્ડને લિફ્ટ પાસે પહોંચતા અને લિફ્ટનો દરવાજાે ખોલતા વાર લાગી હતી. ત્યારબાદ તે વ્યક્તિ બહાર આવીને તરત જ અપશબ્દો બોલવા લાગ્યો હતો.
તે વ્યક્તિએ સવાલ કર્યો કે, ડ્યુટી પર કોણ હતું અને ત્યારબાદ અશોક નામના સિક્યોરિટી ગાર્ડ સાથે અભદ્ર વર્તન કરવા લાગ્યો હતો અને તેની સાથે મારપીટ કરી હતી. અન્ય સિક્યોરિટી ગાર્ડ અશોક નામના સિક્યોરિટી ગાર્ડને બચાવવા આવ્યા હતા અને વરુણે તે અન્ય ગાર્ડ સાથે પણ મારપીટ કરી હતી. આ ઘટનાને લઈને સોસાયટીના તમામ સિક્યોરિટી ગાર્ડ એકજૂથ થઈ ગયા અને વરુણની વિરુદ્ધમાં નારા બોલાવવા લાગ્યા. આરોપી વરુણ સામે પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ દાખલ કરવામાં આવી. આરોપી વરુણ સામે ઈજા પહોંચાડવાના આરોપસર ઘારા ૩૨૩ અને ધમકી આપવાના આરોપસર ધારા ૫૦૬ હેઠળ ફરિયાદ નોંધવામાં આવી છે. સિક્યોરિટી ગાર્ડ અશોક કુમાર જણાવે છે કે, મેં ૩-૪ મિનિટમાં તેમને લિફ્ટમાંથી બહાર આવવામાં મદદ કરી. તેમણે બહાર આવીને મારી સાથે મારપીટ કરી. મેં તેમને કહ્યું કે, ભૂલ તેમની છે મારી નથી, ત્યારબાદ તેમણે લિફ્ટ ઓપરેટરને પણ થપ્પડ માર્યા.
Recent Comments