જિલ્લાના જાણીતા પ્રાકૃતિક ધામ ગુરુદત્તાત્રેય આશ્રમ ગૌધામ કોટિયા (તા.મહુવા) ખાતે આગામી તા.5 ને શનિવારે તુલસી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. નજીકના વાણીયાવીર તથા કુંઢડા નિવાસી કાળીયા ઠાકર ની જાન સાંજના ચાર કલાકે પધારશે. હસ્તમેળાપ નો સમય રાત્રિના 11:00 કલાકે રાખેલ છે. તેમજ રાસ ગરબા અને સંતવાણી ડાયરા નો કાર્યક્રમ પણ થશે.
જેમાં દેવરાજ ગઢવી (નાનો ડેરો- કચ્છ), અલ્પાબેન પટેલ, પોપટભાઈ માલધારી તેમજ માલદેવભાઈ ભરવાડ દ્વારા સંતવાણી રસ પીરસવામાં આવશે.આશ્રમના જુનાગઢ થાણાપતી મહંતશ્રી લહેર ગીરીબાપુ ગુરુશ્રી બ્રહ્મલીન મોહનગીરીબાપુ તેમજ સમસ્ત સેવક સમુદાય દ્વારા આ ધર્મ કાર્યમાં સૌ ધર્માનુંરાગી જનોને પધારવા જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે.
Recent Comments